રાજકોટ : છેલ્લા 20 વર્ષમાં 3 વખત બદલાયું શહેરનું સીમાંકન, કોર્પોરેશનમાં 5 ગામોનો કરાયો સમાવેશ

New Update
રાજકોટ : છેલ્લા 20 વર્ષમાં 3 વખત બદલાયું શહેરનું સીમાંકન, કોર્પોરેશનમાં 5 ગામોનો કરાયો સમાવેશ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે તે પૂર્વે રાજકોટ

શહેરના સેઢે આવતા ગામોને મહાપાલિકામાં ભેળવવાનો સિલસિલો વર્ષોથી ચાલતો આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે હવે

ગણતરીના જ મહિનાઓ બાકી બચ્યાં છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા

રાજકોટ શહેરના આવતાં 5 જેટલા ગામોને ભેળવવામાં આવ્યા છે. 5 ગામોને ભેળવવાની

જાહેરાત મેયર દ્વારા કરવામાં આવતા ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ સર્જાયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે બસ ગણતરીના જ

મહિનામાં બાકી રહ્યા છે, ત્યારે રાજકોટના મેયર દ્વારા રાજકોટ

મહાનગરપાલિકાના વિસ્તારમાં 5 જેટલા ગામોને મેળવવાની જાહેરાત કરવામાં આવી છે. જે

ગામોમાં માધાપર, મનહરપુર, ઘંટેશ્વર, મુંજકા અને મોટા મોવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજકોટના મેયર દ્વારા 5 ગામોને મહાપાલિકામાં ભેળવવાની જાહેરાત

કરાતા માધાપર ગામે લોકોએ ફટાકડાં ફોડીને ઉજવણી કરી હતી, તો બીજી તરફ

માધાપરના સરપંચ દ્વારા આ જાહેરાતનો

વિરોધ કરવામાં આવ્યો હતો. માધાપર ગામના રહેવાસીઓનું કહેવું છે કે, વર્ષોથી તેમને જે પ્રાથમિક સુવિધાઓ મળતી ન હતી, તે હવે આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા અપાવવામાં આવશે. તો બીજી તરફ

સરપંચનું કહેવું છે કે, અત્યાર સુધીમાં કોર્પોરેશનના કોઈ પણ

સત્તાધીશો કે પદાધિકારીઓ આ ગામમાં પડતી તકલીફો જોવા

સુદ્ધા આવ્યા નથી.

વર્ષ 2015ની ચૂંટણી સમયે મહાનગરપાલિકા

દ્વારા વાવડી અને કોઠારીયા ગામોને કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યા હતા. જો કે આ

વાતને 4 વર્ષથી પણ વધુનો સમય વીતી ગયો છે, ત્યારે હજુ

પણ ત્યાં મોટાભાગના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. આગામી

સમયમાં આજે કરવામાં આવેલ જાહેરાતના 5 જેટલા ગામમાં વિકાસ થશે કે કેમ તે હવે જોવું રહ્યું.

Latest Stories