રાજકોટ : નણદોઇએ ભોજાઈને એક તરફા પ્રેમમા જીવતી સળગાવવાનો કર્યો પ્રયાસ, બંન્નેને પહોંચી ગંભીર ઈજા

રાજકોટ : નણદોઇએ ભોજાઈને એક તરફા પ્રેમમા જીવતી સળગાવવાનો કર્યો પ્રયાસ, બંન્નેને પહોંચી ગંભીર ઈજા
New Update

હવે વાત એક તરફ પાગલ પ્રેમની..જી, હા રાજકોટમા નણદોઇ અને ભોજાઈના સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. નણદોઇએ દારૂના નશામા ચકચુર થઈ પોતાના સગા સાળાની પત્નીને જીવતી સળગાવવાનો પ્રયત્ન કર્યો છે. તો સાથે જ સળગેલી ભોજાઈને ભેટી પડતા પોતે પણ ગંભીર રીતે દાઝયો છે.

રાજકોટ શહેરનાં એરપોર્ટ રોડ ઉપર આવેલા ચંદ્રનગરમાં કાળઝાળ ગરમીમાં આ અગ્નીકાંડ ખેલાયો છે. પરિણીતાને કૌટુંબીક નણદોઇએ જીવતી સળગાવ્યાનો બનાવ સામે આવ્યો છે. સળગી રહેલી પરિણીતાને ભેટી પડતા નણદોઇને પણ ગંભીર ઈજા પહોંચી છે. ત્યારે હાલ બંન્નેવને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામા આવ્યા છે.

પિડીતાના પતિના જણાવ્યા મુજબ મારી કાકાની દીકરી કવિતા સાથે ચેતન પલાણે લવમેરેજ કર્યા હતા. ત્યારથી તે અમારા ઘરે જ પડયો પાથર્યો રહેતો હતો. ચેતન પલાણ દારૂ પીવાની કુટેવ પણ ધરાવે છે. તો સાથે જ પત્ની એકતા માોટવાણીને બદનામ કરવાના ઇરાદે ચેતન પલાણે આ કૃત્ય આચર્યુ હોવાની વાત જણાવી હતી. તો એકાદ વર્ષ પુર્વે પણ ચેતને મારી પત્ની અને તેની વચ્ચે પ્રેમસંબંધ હોવાનું તરકટ રચ્યું હતું. જો કે જે તે સમયે આ મામલે બંન્નેવ પરિવાર વચ્ચે સમાધાન થયયું હતું.

ઉલ્લેખનીય છે કે હાલ પિડીતા એકતા મોટવાણી કે જેને 5 માસનો ગર્ભ છે. ત્યારે પરિવારજનો પણ હાલ ચિંતામા મુકાયા છે. ત્યારે પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી ચેતન પલાણને ડોકટર દ્વારા હોસ્પિટલમાંથી રજા અપાતા તેની ધરપકડ કરવામા આવશે. આ મામલે પિડીતાને ન્યાય ક્યારે મળશે તે જોવુ રહ્યું.

#Connect Gujarat #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article