રાજપીપળા: ઇકબાલ દિવાને જીવના જોખમે બચાવ્યા ૩૫ લોકોના જીવ, એવોર્ડ માટે થઈ પસંદગી

રાજપીપળા: ઇકબાલ દિવાને જીવના જોખમે બચાવ્યા ૩૫ લોકોના જીવ, એવોર્ડ માટે થઈ પસંદગી
New Update

નર્મદા જિલ્લાના રાજપીપળામાં ૫૦ વર્ષનો એક આધેડ એવો

છે જેણે પોતાના જીવના જોખમે ૩૫ લોકોને ડુબતા બચાવ્યા છે.આજે એ આધેડની સાહસિકતાની

કદર થઈ અને એવોર્ડ માટે પસંદગી થઈ છે.

રાજપીપળાના સિંધીવાડ ખાતે રહેતો ૫૦ વર્ષીય ઇકબાલ

દીવાન ઉર્ફે ગટુક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.એને તરવાનું પોતાના પિતાના

વરસામા મળ્યું છે.એના પિતા પણ સારા એવા તરવૈયા હતા,તેઓએ

પણ પોતાના જીવનમાં ઘણા લોકોને ડૂબતા બચાવ્યા છે.ગત વર્ષે રાજપીપળાના કસ્બાવાડ વિસ્તારમાં

લગ્ન હતા જેમાં ભરૂચથી એક વૃદ્ધ પોતાના પરિવાર સાથે આવ્યા હતા.હવે એ વૃદ્ધ અને એક

૧૦ વર્ષની અને બીજી ૧૨ વર્ષની એમ બે બાળકીઓ પરિવાર સાથે સરકારી ઓવરા પર ફરવા

ગયા.પાણીમાં છબછબીયા કરતા ૧૦ વર્ષીય બાળકી પાણીમાં પડી અને ઊંડા પાણીમાં ગરકાવ થવા

લાગી,એને બચાવવા ૧૨ વર્ષીય બાળકી પડી એની પાછળ એ વૃદ્ધ પણ

પડ્યા.એ ત્રણેવ પાણીમાં ડૂબવા લાગ્યા,બુમાં બુમ થવા લાગી તો

ઇકબાલ ત્યાં જ હાજર હતો એણે પોતાના જીવની જરાક પણ પરવા કર્યા વિના પાણીમાં કૂદી એક

પછી એક એમ ત્રણેવને હેમખેમ જીવતા બહાર કાઢ્યા.આવા તો ઈકબાલે 30 થી ૩૫ લોકોને પોતાના જીવના જોખમે ડુબતા બચાવ્યા છે.

ઇકબાલ ઉર્ફે ગટુકની આ સાહસિકતા ભરી કામગીરીની કદર

ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળે કરી અને શ્રી પુરાણી ચંદ્રક પારિતોષિક માટે પસંદગી

થઈ.ઈકબાલની આ સિદ્ધિને રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મૂંતઝીરખાને બિરદાવી અને

ઈકબાલને ૧૦૦૦ રૂપિયા રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યો.ઈકબાલની મર્દાનગી ભરી સાહસિક

કામગીરીને આજે જિલ્લાવાસીઓ પણ બિરદાવી રહ્યા છે.

#Gujarat #Connect Gujarat #Gujarati News #Rajpipla #award #વડોદરા Samachar
Here are a few more articles:
Read the Next Article