/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/05195340/maxresdefault-64.jpg)
ગુજરાતના વિદ્યાર્થીઓને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે શિક્ષણમંત્રીએ પરીક્ષા અને અભ્યાસક્રમ અંગે મોટું નિવેદન આપ્યું હતું
કોરોનાના લઇને સમગ્ર દેશમાં લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. જેને લઇને સમગ્ર દેશમાં શાળા-કોલેજો બંધી હતી. જોકે હવે ધીમે ધીમે લૉકડાઉનને હળવું કરવામાં આવી રહ્યુ છે. કોરોના સંક્રમણ વચ્ચે સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓને લઇને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓના હિતમાં માધ્યમિક શિક્ષણ બોર્ડે 30 ટકા અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. શાળાઓને આગામી સમયમાં શિક્ષણ બોર્ડ સૂચન કરશે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ અને પરીક્ષા અંગે જણાવતા કહ્યું કે, ધોરણ 9થી 12માં 30 ટકા કોર્સમાં કાપ મુકવામાં આવ્યો છે. આ વિષયોના નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરાયું છે. માધ્યમિક બોર્ડમાં 4 વખત ચર્ચા થઇ. હવે પ્રકરણની ઉપયોગીતાના આધારે નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માત્ર 70 ટકા અભ્યાસક્રમ પર ધ્યાન આપે. રદ્દ થયેલા અભ્યાસક્રમમાંથી પ્રશ્નો નહીં પૂછવામાં આવે. અભ્યાસક્રમમાં ઘટાડો એક વર્ષ સુધી લાગુ રહેશે. વધુમાં તેમણે કહ્યું કે, ધોરણ 9ની પરીક્ષા જૂન 2021માં લેવાશે અને ધોરણ 10-12ની પરીક્ષા મે 2021એ લેવાશે.