/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/orange-alert.png)
મે મહિનાની અગનગોળા વર્ષાવતી ગરમી યથાવત રહેતા નાગરિકો હેરાન-પરેશાન થઈ ચૂક્યાં છે. મંગળવારે અમદાવાદ સહિત રાજ્યના કુલ ૮ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે કંડલા એરપોર્ટ અને સુરેન્દ્રનગરની ગરમી 45 ડિગ્રીએ પહોંચતા રેડ એલર્ટ જાહેર કરાયું હતું. કાળઝાળ ગરમીને લીધે બનાસકાંઠાના ડીસામાં એક આધેડનુ મોત નિપજ્યું હતું. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી જારી કરવામાં આવી છે.
વધતી જતી ગરમીને પગલે રાજ્યભરનાં શહેરોમાં દિવસ દરમિયાન જાણે રસ્તાઓ સૂમસામ બની જાય છે. ભરૂચ -અંકલેશ્વરમાં પણ ગરમીએ માઝા મૂકી હતી. કામ સિવાય બપોરના સમયે લોકોએ ઘરમી બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. ખાનગી વેબસાઈટો દ્વારા મંગળવારે અમદાવાદ શહેરનુ મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી દર્શાવવામાં આવ્યુ હતુ. જ્યારે ભરૂચ-અંકલેશ્વરનું તાપમાન 43 ડિગ્રી દર્શાવાયું હતું. બપોરના સમયે ગરમ લૂ ફૂંકાતા ઠેરઠેર લોકો બિમાર પડવા લાગ્યાં છે.