રાજ્યમાં કોરોના થયો બેકાબૂ , આજે 1580 નવા કેસ નોંધાયા

New Update
Covid-19 : રાજ્યમાં આજે 4205 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 54 દર્દીના મોત

રાજ્યમાં કોરોના બેકાબૂ થયો છે. સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.90 ટકા પર પહોંચ્યો છે. હાલ 7321 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 લોકો વેન્ટિલેટર પર અને 7250 લોકો સ્ટેબલ છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4450 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.

રાજયમાં આજે 1580 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 443, સુરત કોર્પોરેશનમાં 405, વડોદરા કોર્પોરેશનમાં 112, રાજકોટ કોર્પોરેશનમાં 109, સુરતમાં 105, ખેડા 31, ભાવનગર કોર્પોરેશન -30, પંચમહાલ 29, સાબરકાંઠા 29, મહેસાણા 28, રાજકોટ 21, વડોદરા 20, દાહોદ 17, ગાંધીનગર કોર્પોરેશન 16, ગાંધીનગર 15, જામનગર કોર્પોરેશન 13, પાટણ 13, આણંદ 12, જામનગર 12, નર્મદા 12, ભરૂચ 11 અને કચ્છ 10 કેસ નોંધાયા હતા.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 30,48,462 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,96,893 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,16,439 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,09,305 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.