રાજ્યમાં પ્રથમ વખત અમદાવાદમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી એક્ટ હેઠળ ગુનો નોંધાયો...જાણો કેમ.?

રાજ્યમાં પ્રથમ વખત અમદાવાદમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી એક્ટ હેઠળ ગુનો નોંધાયો...જાણો કેમ.?
New Update

આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે, તું કપડા કાઢી ફોટા અને વીડિયો નહી મોકલે તો તારા પિતાને જાનથી મારી નાખીશ

વસ્ત્રાલની ૧૭ વર્ષીય વિદ્યાર્થિનીને તેના જ પ્રેમીએ અન્ય નંબર તથા ઇમેલથી બીભસ્ત વીડિયો વાઇરલ કરતા ગુજરાતમાં પ્રથમ વખત ચાઇલ્ડ પોર્નોગ્રાફી એકટ હેઠળ સાઇબર ક્રાઇમે ગુનો દાખલ કરી આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડયો હતો.આ આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે, તું કપડા કાઢી ફોટા અને વીડિયો નહી મોકલે તો તારા પિતાને જાનથી મારી નાખીશ. તેમ કહી બ્લેકમેઇલ કરી વીડિયો મંગાવતો હતો.

અમદાવાદ સાઇબર ક્રાઇમે ૫૦ કલાક રાજસ્થાન પડાવ નાખી આરોપી મહેશ સોનીને પેનડ્રાઇવ અને મોબાઇલ સાથે ઝપડી પાડયો હતો. આ મોબાલઇ અને પેનડ્રાઇવમાંથી સગીરાનો વીડિયો અને ફોટોગ્રાફ મળી આવ્યા છે અને આ કેટલીક જગ્યાએ વાઇરલ કર્યાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા તેના માતા પિતા સાથે રહે છે. પિતા મજુરી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. માતા ઘરકામ કરે છે અને સગીરા બી.કોમના બીજા વર્ષમાં ભણે છે.માતા રાજસ્થાનની હોવાથી તે વારંવાર રાજસ્થાન જતી હતી. રાજસ્થાનના શીરોહી ખાતે રહેતા અને કરીયાણાની દુકાન ધરવાતા મહેશ સોની સાથે સંપર્કમાં આવી હતી. મહેશે ફોન પર વાતચીત કરતી હતી.આથી સગીરા અને મહેશ વચ્ચે પ્રેમ સબંધ હોવાથી મહેશને કોઇ બ્લેકમેઇલ કરતુ હોવાનુ તેણે પ્રેમિકાને જણાવ્યું હતું. બ્લેકમેલર કોણ છે તે કહ્યું નહી અને વારંવાર ફોન કરી ધમકી આપી રહ્યો છે. પૈસા માંગી રહ્યો છે તેમ જણાવ્યું હતું. બાદમાં પ્રેમિકાના નગ્ન ફોટા આપ નહી તો પ્રેમિકાના પિતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. જેથી મહેશ પ્રેમિકાના નગ્ન ફોટા મંગાવતો રહેતો હતો.

વારંવાર આમ થયા બાદ બંને વચ્ચેની બીભસ્ત ક્લીપ પણ મહેશે ઉતારી બ્લેકમેલરને આપી હતી.પ્રિયંકાને ઇમેલ અને અન્ય નંબરથી બ્લેકમેલર ધમકી આપતો હતો. વારંવાર પિતાને મારી નાખવાની ધમકી આપી બિભસ્ત અનેક વીડિયો અને ફોટોગ્રાફ મંગાવી લીધા હતા. આખરે પ્રેમિકાએ ઇમેલ ધારક અને મોબાઇલ નંબર ધરાવનાર શખસ ધમકી આપી આવા વીડિયો માંગતો હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમના ડીસીપી રાજદીપસિંહ ઝાલાને કરી હતી.

આ ઘટનાની ગંભીરતા જોઇ તેમણે તપાસ સાઇબર એસીપીને સોપી હતી. ફોન નંબર અને ઇમેઇલની તપાસ કરતા તે રાજસ્થાનનો હોવાનુ ખુલ્યું હતું તપાસમાં મહેશ સોની જ પકડાયો ત્યારે ભેદ ખુલ્યો હતો કે, પ્રેમી જ પ્રેમીકાને અલગ ફોન નંબર અને ઇમેઇલથી બ્લેકમેઇલ કરી પોર્ન વીડિયો અને ફોટા મંગાવતો અને વાઇરલ કરતો હતો.એસીપી જે.એમ.યાદવે જણાવ્યું કે, આરોપી મહેશ સોનીની રાજસ્થાનથી ધરપકડ કરી છે.

આરોપી મહેશે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને તેનો વીડિયો બનાવી અને ફોટા પડાવ્યા હતા. કોઇ અન્ય વ્યક્તિ બ્લેકમેઇલ કરે છે તેમ કહી તેના વીડિયો અને ફોટોગ્રાફ વાઇરલ કરાવ્યા હતા. આ અંગે પોક્સો અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી એક્ટ હેઠળ સાઇબર ક્રાઇમે ગુનો દાખલ કર્યો છે.

આ ઘટના અંગે સાઇબર ક્રાઇમના ડીસીપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ કે, સગીરા કોઇ તકલીફમાં ફસાઇ ગઇ હોય તો તેમણે પરિવારના નજીકના વ્યક્તિઓને જાણ કરવી જોઇએ, અથવા મહિલા હેલ્પ લાઇનોનો સંપર્ક કરવો, ૧૮૧ કે પછી નજીકના મહિલા પોલીસે કે કોઇ પણ પોલીસનો સંપર્ક કરવો જોઇએ.આવી સંવેદનશીલ ઘટનાઓમાં પોલીસે હંમેશા સતર્ક રહે છે અને કોઇ પણ મહિલાને કોઇ પણ જાતની પરેશાની હોય તો તેણે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઇએ.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article