/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/13-e1568093563581.jpg)
દેશમાં વિચરતી-વિમુક્ત જાતિઓનો એક બહુ મોટો વર્ગ છે. જે હજુ આજે પણ બહુ જ યાતનાપૂર્ણ જિંદગી પસાર કરી રહ્યા છે. ગુજરાત પણ આમાંથી બાકાત નથી. ગુજરાતમાં ૪૦ લાખથી પણ વધુ લોકોની વસ્તી ધરાવતા આ વિચરતા-વિમુક્ત સમુદાયોને ૨૧મી સદીમાં સ્વતંત્ર ભારતમાં નાગરિક સવલતો મળે તે માટે રાવલ સમાજ દ્વારા ભરૂચ કલેકટરને આવેદન પાઠવાયું હતું.
આવેદનમાં પોતાની વેદના વ્યક્ત કરતા રાવળ સમાજે ઉલ્લેખ્યું છે કે, તેમને રહેવા પું ઘર નથી. પાણીનો નળકે જાજરૂ નથી, વીજળી નથી, તેમના છોકરાઓને ભણવા માટે કોઈ ખાસ શાળા કે રહેવા માટે છાત્રાલય નથી. બહુમતી ધરાવતા વિસ્તારોમાં આરોગ્યકેન્દ્ર નથી.તેઓને આઝાદ ભારત દેશના એક સામાન્ય નાગરિક તરીકે મળવાપાત્ર કોઈ જ સુવિધાઓ નથી.આ સમુદાયોનું જીવન કેટલું બદતર છે તે વહીવટકર્તાઓ બહુ સારી રીતે જાણે છે. વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરાયેલ અભ્યાસ પ્રમાણે આ વિચરતા-વિમુક્ત સમુદાયોના ૯0 ટકા થી પણ વધુ લોકો અભણ કે માંડ માંડ પ્રાથમિક ધોરણ સુધી ભણેલા છે.
જેમાં ૮૫ ટકા લોકો જમીન-વિહોણા છે. ૭૫ ટકાથી પણ વધુ લોકો ગરીબરેખા હેઠળ જીવે છે. ૮૦ ટકા લોકો તેમના ગામમાં કે વન-વગડામાં કાચા ઝુંપડામાં રહે છે.રાવળ સમાજ-એવી જિંદગી પસાર કરી રહ્યા છે જે જાણે કે અભિશાપ હોય.
સરકારની વિવિધ કહેવા તી યોજનાઓ,નીતિ,નિયમો અને કાનૂન હોવા છતાં પણ તેઓ પોતાની વ્યક્તિગત જિંદગીમાં ઉંચા આવ્યા નથી. આ બધા જ લાભોથી વંચિત રહી ગયેલ આ વંચિતોનો વર્ગ બહુ મોટો છે. તેમનેહજુ દેશની સર્વ સભ્યતા અને સંસ્કૃતિની વિશેષ કરુણાની જરૂર છે. આઝાદીના સાત દાયકા પછીય તેમના આંગણે આનંદનો ઉજાસ પહોંચ્યો નથી.આજે એકવીસમી સદીનો હાઇટેક યુગ ચાલી રહ્યો છે.કાળા માથાનો માનવી આજે વિજ્ઞાનના સહારે ચંદ્ર પરપહોંચ્યો છે અને મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર-ટેકનોલોજીના માધ્યમથી આજે દેશ-વિદેશની ખબરો પળવારમાં જાણી-જોઈ શકાય છે. વિજ્ઞાનના આટલા હરણફાળ યુગમાં પણ આજે આ સમુદાય હજુ ઠેર ની ઠેર અને પહેલા કરતાંપણ બદતર સ્થિતિમાં કથળેલી જિંદગી ગુજારી રહ્યો છે.
વહીવટકર્તા અને દરેક સંપન્ન સમાજના લોકોએ આસમુદાયોની પીડા સમજવા તેમની પાસે જઈને થોડોક સમય વિતાવવા રાવળ સમાજની અરજ છે કે રાજય સરકાર દ્વારા રાવળ સમાજ ને સરકાર દ્વારા બહાર પાડતી યોજનાઓનો સીધે સીધો લાભ મળેની માંગ કરવામાં આવી છે.