લુણાવાડાથી પાંચ કિમી દૂર આવેલ પટ્ટણ કાકચિયા ગામમાં જવાના માર્ગ પર મોટા ખાડાઓ પડતા ગ્રામજનો પરેશાન

લુણાવાડાથી પાંચ કિમી દૂર આવેલ પટ્ટણ કાકચિયા ગામમાં જવાના માર્ગ પર મોટા ખાડાઓ પડતા ગ્રામજનો પરેશાન
New Update

લુણાવાડાથી પાંચ કિમી દૂર આવેલ પટ્ટણ કાકચિયા ગામમાં જવાના માર્ગ પર મોટા ખાડાઓ

કાકચિયા ગામમાં આવેલ રેતીની લીઝો માંથી ખનન માફિયા મોટા મોટા ડમફરો રેતી ભરીને કાઢતા હોવાને કારણે આ રસ્તાની આવી હાલત

લુણાવાડાથી પાંચ કિમીના અંતરે પટ્ટણ, કાકચિયા, ગધનપુર, ગોડાર્યા તેમજ ચેનપુર ગામો આવેલા છે અને આ ગામોમાં જવાનો મુખ્ય માર્ગ બિસ્માર થવાના કારણે ગામ લોકોને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે પરંતુ રસ્તાનું રીપેરીંગ કામ કરવામાં આવતું નથી કેટલાક સમયથી આ રસ્તાની હાલત એટલી ગંભીર છે કે જો જવાબદાર વ્યક્તિઓ દ્વારા તેની કાળજી લઈને રસ્તાનું રીપેરીંગ કામ કરાવવામાં આવે તો આ રસ્તો સારો થઈ શકે છે.

કાકચિયા ગામમાં રેતીની લીઝો આવેલી હોય અને તે લીઝો માંથી ખનન માફિયા મોટા મોટા ડમફરો રેતી ભરીને ચાલતા હોય છે જેથી આ રસ્તાની આવી હાલત થઈ જાય છે.રેતી ના ડમફરો થી લોકો ત્રસ્ત બન્યા છે. ઉપરાંત માર્ગ પર ઠેર ઠેર ખાડા-ખાબોચિયાઓની ભરમારથી વાહનચાલકો પરેશાન થઇ ગયા છે. જેથી તંત્ર દુરસ્તીકરણની કાર્યવાહી ઝડપથી કરે એવી લોકોની માંગ છે.

પટણ, કાકચિયા, ચેનપુર, ગોડાર્યા તરફ જતા માર્ગ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. આ ખાડાઓ વગર સિઝનમાં પણ પાણીથી ભરાય જાય છે તેમજ રોડ પર કપચીઓની ઝેણ પથરાયેલી પડી હોવાથી તે વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે તે જોખમ રૂપ છે. છેલ્લા ઘણા સમયથી બિસમાર રસ્તાથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.માર્ગ પર ખાડાઓ પુરવાની કામગીરી શરૂ થાય તો ચાર થી પાંચ ગામના લોકો માટે સારી વાત છે.આ માર્ગ કેટલાય સમય પહેલા બનાવવામાં આવ્યો હતો.ત્યારબાદ આ રસ્તા નું કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી.જેથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article