વડોદરા : કલાભવનની 1969ના વિદ્યાર્થીઓએ ફરી થયાં ભેગા, વાંચો પછી શું થયું

New Update
વડોદરા : કલાભવનની 1969ના વિદ્યાર્થીઓએ ફરી થયાં ભેગા, વાંચો પછી શું થયું

વડોદરાના કલાભવન ખાતે 1969ના વર્ષમાં અભ્યાસ પૂર્ણ કરનારા આશરે 76 વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે ફરી એક વાર પોતાની માતૃ સંસ્થા ખાતે એકત્રિત થયા હતાં. તેમણે પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો વાગોળી શિક્ષકોને પણ યાદ કર્યા હતા.

આશરે 250 વર્તમાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના જીવનના અનુભવો વર્ણવી માર્ગદર્શન આપ્યું હતું. મિકેનિકલના 18, ઇલેક્ટ્રિકલના 13, સિવિલના 30, ટેક્સ્ટાઇના 4, આર્કિટેક્ચરના 2 તેમ જ કેમિકલ ઇન્જીનિયરિંગના 8 પૂર્વ વિદ્યાર્થીઓ મળી 131 છાત્રો અને તેમના પરિવારજનો રીયુનિયનમાં જોડાયા છે. અમેરિકા થી 29 અને કેનેડા થી 2 લોકો ખાસ રીયુનિયનમાં સહભાગી થવા આવ્યાં છે. પૂર્વ વિદ્યાર્થીઓ પૈકી 2 પુર્વ વિદ્યાર્થીઓ ભારતીય સેના નૌકા દળમાં કાર્યરત હતા જયારે 2 પુર્વ વિદ્યાર્થીઓએ પી.એચ.ડી ની ડિગ્રી મેળવેલી છે. મોટાભાગ ના પૂર્વ વિદ્યાર્થીઓ વય નિવૃત્ત થયા હોવા છતાં પોતપોતાના ક્ષેત્રમાં તેમજ સામાજિક ક્ષેત્રે પ્રવૃત્ત રહીને પોતાનું યોગદાન આપી રહ્યા છે.

Latest Stories