વડોદરા: વિશ્વયોગદિનને ધ્યાને રાખી IOCL અને CISF યિનિટ ખાતે યોજાઇ યોગ તાલીમ શિબિર

વડોદરા: વિશ્વયોગદિનને ધ્યાને રાખી IOCL અને CISF યિનિટ ખાતે યોજાઇ યોગ તાલીમ શિબિર
New Update

આગામી ૨૧મી જુને યોજાનાર વિશ્વ યોગ દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને વડોદરા નજીક આવેલ આઈઓસીએલના સીઆઈએસએફ યુનિટ ખાતે આજે યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મકુમારીના યોગ શિક્ષકો દ્વારા સીઆઈએસએફના અધિકારીઓ તેમજ જવાનોને શરીરને વિવિધ યોગાસનોની જાણકારી આપીને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો.

વિશ્વભરમાં યોગના પ્રચાર અને પ્રસાર માટે ભારત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતના વડાપ્રધાન પણ યોગની તરફેણ કરીને યોગનો પ્રચાર કઈ રહયા છે ત્યારે ભારતભરમાં યોગ દિવસ ની ઉજવણી માટેની તૈયારીઓ આરંભી દીધી છે. વડોદરા નજીક આવેલ ગુજરાત રિફાઇનરીની સુરક્ષા માટે તૈનાત સીઆઈએસએફના જવાનો માટે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું.ઔદ્યોગિક સુરક્ષા સંભાળતા સુરક્ષકર્મીઓ તેમજ અધિકારીઓના સ્વાસ્થ્યને ચુસ્ત અને સ્ફૂર્તિલું રાખવા માટે આજે યોગ શિબિર યોજવામાં આવી હતી. બ્રહ્મકુમારીના યોગ શિક્ષકો દ્વારા વિવિધ યોગાસનોનો અભ્યાસ કરાવવામાં આવ્યો. બેસીને, ઉભા ઉભા તેમજ મેડિટેશન માટેના જુદા જુદા યોગના આસનોની માહિતી તેમજ યોગાસનથી થતા ફાયદાઓ વિશેની જાણકારી આપવામાં આવી હતી. સીઆઈએસએફના અધિકારીઓ તેમના પરિવારજનો સહિત ૧૦૦ થી વધુ જવાનો યોગશિબિરમાં જોડાયા અને વિવિધ આસનો તેમજ યોગક્રિયા કરી હતી.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article