વડોદરા : સેન્ટ્રલ મોલમાં KFC ના બર્ગર માં ઈયળ નીકળતા હોબાળો

વડોદરા : સેન્ટ્રલ મોલમાં KFC ના બર્ગર માં ઈયળ નીકળતા હોબાળો
New Update

વડોદરા સેન્ટ્રલ મોલ માં પરિવાર સાથે નાસ્તો કરવા ગયેલ યુવકના બર્ગર માંથી ઈયળ નીકળતા ચોંકી ઉઠ્યો હતો યુવકે ફૂડ એન્ડ સેફ્ટી ના લાયસન્સ ની માગણી કરતા KFC ના સટાફે એ યુવકને એકથી દોઢ કલાક સુધી ગોળ ગોળ ફેરવતા ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો.

આ ઘટનાને લઈ રવિવારે પણ હરકતમાં આવેલા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શિડયુલ ૪ મુજબ KFC ને નોટિસ ફટકારી હતી મળતી માહિતી મુજબ આજે બપોરે બે વાગે રવિ ચંદ્રકાંત રાવલ પરિવાર સાથે વડોદરા સેન્ટ્રલ મોલમાં આવેલા KFC રેસ્ટોરન્ટમાં ગયા હતા. જ્યાં તેમને બર્ગરના ઓર્ડર કર્યો હતો. બર્ગર ટેબલ પર મૂકી તેને ખાવાનો પ્રયત્ન કરતાં જીવતી ઈયળ એના પર ફરતી દેખાઇ હતી. મેનેજરને જાણ થતા મેનેજર રિફંડ લઈ મામલો પતાવા ગ્રાહકને આજીજી કરી હતી. ગ્રાહક દ્વારા ફરિયાદ કરવાના ચક્રો ગતિમાન થયા છે

#Connect Gujarat #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article