/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/22008060_10155464733470239_3435579344976225438_n.jpg)
ભાજપનાં જ કાર્યકર અને RTI એક્ટિવિસ્ટે હાઈકોર્ટમાં પીઆઈએલ કરતાં કોર્ટે માન્ય રાખી અરજી
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત શહેરના સ્ટેશન વિસ્તારમાં જનમહેલનું નિર્માણ કરવામાં આવનાર છે. સેવા સદન દ્વારા રૂપિયા 150 કરોડની કિંમતની જમીન રૂપિયા 39 કરોડમાં વેચી મારી છે હોવાનો ખુલાશો થયો હતો. જેને લઈને આર.ટી.આઇ. વિકાસ મંચના પ્રમુખ અને ભાજપા જ કાર્યકરે આ જમીનની પુનઃ હરાજી કરવા માટે હાઇકોર્ટમાં પી.આઇ.એલ. દાખલ કરી હતી. જે પી.આઇ.એલ. કોર્ટે માન્ય રાખી આગામી તારીખ 18 જુલાઈ, 2018નાં રોજ કોર્પોરેશન અને ઇસ્કોન હાઇટ્સને હાજર રહેવા માટે હુકમ કર્યો છે.અરજદાર અરવિંદભાઇ સિંધાએ જણાવ્યું હતું કે, આ અત્યાધુનિક જનમહેલ પ્રોજેક્ટ માટે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા જિલ્લા પંચાયત અને કલેક્ટર હસ્તકની જમીન ફાળવવામાં આવી છે. જે જમીનની કોર્પોરેશન દ્વારા ઇ-હરાજી કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા જંત્રીના ભાવ પ્રતિ ચો. ફૂટ રૂપિયા 5,600 અને બજાર ભાવ પ્રતિ ચો. ફૂટ રૂપિયા 10,000 હોવા છતાં ઇસ્કોન હાઇટ્સ લિ.ને અંદાજે રૂપિયા 150 કરોડની કિંમતની આ જમીન કોર્પોરેશન દ્વારા ઇસ્કોન હાઇટ્સ લિ.ને પ્રતિ ચો. ફૂટ રૂપિયા 3200ના ભાવે રૂપિયા 39 કરોડમાં વેચી દેવામાં આવી છે. અને રૂપિયા 39 કરોડ રકમ કોર્પોરેશનને ચૂકવવા માટે ઇસ્કોન હાઇટ્સ લિ.ને 36 હપ્તા કરી આપવામાં આવ્યા છે.
આર.ટી.આઇ. વિકાસ મંચના પ્રમુખ અને ભાજપા કાર્યકર અરવિંદભાઇ સિંધાએ હાઇકોર્ટમાં ગત તારીખ 21 જૂન 2018ના રોજ કરેલી પી.આઇ.એલમાં માંગણી કરી હતી કે, રૂપિયા 150 કરોડની કિંમતની જમીન કોર્પોરેશન દ્વારા રૂપિયા 39 કરોડમાં વેચી મારવામાં આવતા કોર્પોરેશનને કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન થયું છે. વડોદરા મહાનગર સેવા સદન એક તરફ આર્થિક ભીંસમાં પસાર થઇ રહ્યું છે. અને બીજી બાજુ કોર્પોરેશન આર્થિક ખોટ કરીને બિલ્ડરોને ફાયદો કરાવી રહ્યું છે. આથી આ જમીનની પુનઃ ઇ-હરાજી કરવામાં આવે. અને બજાર કિંમત પ્રમાણે જમીન વેચીને તમામ રકમ એક સાથે વુસલ કરવા માંગણી કરવામાં આવી છે.