વડોદરાઃ અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો, BJP કાર્યકરનું નામ સામે આવ્યું

New Update
વડોદરાઃ અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો, BJP કાર્યકરનું નામ સામે આવ્યું

ગોડાઉનમાં ખાલી થઈ રહેલી ટ્રકમાંથી 1133 જેટલાં અખાદ્ય ગોળનાં કટ્ટા મળ્યા

વડોદરા આરઆર સેલ દ્વારા આજરોજ દુમાડ ચોકડી પાસે આવેલા એક ગોડાઉમાં અખાદ્ય ગોળનો જથ્થો ભરેલી ટ્રક ખાલી કરવામાં આવી રહી હતી. ત્યારે આરઆર સેલ દ્વારા તપાસ કરતાં આ જથ્થો મળી આવ્યો હતો. જેમાં અખાદ્યગોળનાં 1133 કટ્ટા મળી આવ્યા હતા. આ અખાદ્ય ગોળનો જથ્થો ભરેલી ટ્રક ભાજપનાં કાર્યકર અલ્પેશ શાહની હોવાનું સામે આવ્યું છે. અને અગાઉ પણ હાથિખાના વિસ્તારમાંથી બે વખત અખાદ્યગોળનો જથ્થો મળી આવ્યો હતો. હાલમાં આરઆરસેલ દ્વારા અંદાજે 15 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા આર.આર સેલ દ્વારા બાતમીના આધારે જીલ્લાના દુમાડ ગામ પાસેથી અખાદ્ય ગોળના જથ્થા નો ગેરકાયદે હેરાફેરી ઝડપી પાડી હતી. જેમાં શહેર જિલ્લાના ભાજપના એક નેતા નો જથ્થો હોવાનું ખુલવા પામ્યું છે. દુમાડ ગામ પાસે એક રેડી મિક્સ સિમેન્ટ પ્લાન્ટ ની અંદર ટ્રક ઉભો રાખી અને ગોળની થેલીઓ ની હેરાફેરી કરતા રંગે હાથ ઝડપી પાડયા હતા. આ જથ્થો એક ટ્રક માંથી ટેમ્પોમાં મુકવામાં આવતો હતો.

પૂછપરછ કરતા આ જથ્થો વડોદરાના એપીએમસીના ડિરેકટર અલ્પેશ શાહનો હોવાનું માલુમ પડ્યું હતું. આશરે 1133 જેટલા કટ્ટામાંથી આ ગોળનો જથ્થો મળી આવ્યો હતો. જેની ચકાસણી માટે એફ.એસ.એલ ની ટીમ સ્થળ પર બોલાવમાં આવી હતી. ગોળના નમૂના લેવાની કામગીરી આરંભી છે.

વડોદરા એ.પી.એમ.સીના ડિરેકટર અલ્પેશ શાહ શહેર ભાજપમાં આગળ પડતા નેતા છે. અકોટા વિધાનસભાના તત્કાલીન ધારાસભ્ય સૌરભ પટેલના નિકટના કહેવાતા અલ્પેશ શાહ હાલ તેઓના વિસ્તારમાં વોર્ડ કક્ષાનો હોદ્દો પણ ધરાવે છે. જ્યારે સરકારના નશામુક્ત ગુજરાત ના સૂત્રો વચ્ચે ભાજપના અગ્રણી દેશી શરાબનો કાચો માલ વેચી રહ્યા હોવાની વિગતે ભારે ચકચાર જગાવી છે.

Latest Stories