વડોદરાના ડૉક્ટરની કામલીલાનો મામલો, ક્લિનિકમાંથી મળ્યા મહિલાઓનાં વસ્ત્રો

New Update
વડોદરાના ડૉક્ટરની કામલીલાનો મામલો, ક્લિનિકમાંથી મળ્યા મહિલાઓનાં વસ્ત્રો

કમ્પાઉન્ડરની પોલીસે પૂછપરછ કરતાં તેણે 150 જેટલા વીડિયો ઉતાર્યાની કબૂલાત કરી

વડોદરા શહેર નજીક આવેલા અનગઢ ગામમાં વડોદરાના ડૉક્ટર પ્રતિક જોષીએ આચરેલી કામલીલા મામલે રોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. ફરાર થઈ ગયેલા ડૉક્ટરને શોધવા પોલીસે 4 ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. બીજી તરફ વીડિયો વાયરલ કરવાના મુદ્દે શરૂ થયેલી તપાસમાં પોલીસે અનગઢના ડે.સરપંચ સહિત 2 શખ્સની ધરપકડ કરી હતી.

publive-image

પોલીસે કરેલા સર્ચ ઓપરેશન દરમિયાન ડૉક્ટર પ્રતિક જોષીના ક્લિનિકમાંથી મહિલાઓના વસ્ત્રો મળી આવ્યા હતા. જેને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે ધરપકડ કરેલા ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

બીજી તરફ ડોક્ટરના કમ્પાઉન્ડર અને વીડિયો ક્લિપ ઉતારનાર દિલીપની પોલીસે પુછપરછ કરી હતી. જેમાં તેણે 150 જેટલા વીડિયો ઉતાર્યા હોવાનું કબૂલાત કરી હતી. પાછળના રૂમમાં તેણે દવાઓના ડબ્બા પાછળ મોબાઇલ ફોન મુકીને શુટીંગ કર્યું હતું.

publive-image

શરુઆતમાં તેને શંકા જતા તેને કંઇ અજુગતું થયું હોવાનું જણાતા તેણે શુટિંગ કર્યું હતું અને તેના મિત્રોને આપ્યું હતું. તેના મિત્રોએ આ ક્લિપ વાયરલ કરી હતી. ડેપ્યુટી સરપંચે પૈસા લીધા હોવાની વાત છે અને તે દિશામાં તપાસ ચાલી રહી છે. 7 મહિલાની વીડિયો ક્લીપ બનાવી હોવાનું તેણે જણાવ્યું છે.

Latest Stories