/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-26.jpg)
વડોદરાના છાણી ખાતે આવેલી રામાકાકાની ડેરી રીને ૭૫ વર્ષ પૂર્ણ થતાં એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્રના જાણીતા કલાકારો રાજબા ગઢવી અને ગીતા રબારી તેમજ અન્ય કલાકરોએ આ ડાયરામાં જાણીતા લોકગીતોની રમઝટ બોલાવી તી. ડાયરામાં ઉપસ્થિત મહેમાનો અને છાણી વિસ્તારના લોકોને કલાકારોએ ગુજરાતી સંગીતના તાલે રસ તરબોળ કરી ને ડોલાવી દીધા હતા.
વડોદરાના છાણી ગામના પાદરે આવેલી રામાકાકાની ડેરી આવેલી છે. ત્યાંથી આવતા જતા લોકો વિસામો કરતા હોય છે. છેલ્લા 75 વર્ષ થી અહીં લોકોની સેવા કરવામાં આવે છે. ડાકોર કે અન્ય મંદિરે ચાલતા જતા ભાવિક ભક્તો માટે અહીં નાસ્તો, જમવાની તેમજ આરામ કરવાની સેવા પૂરી પાડવામાં આવી છે. આજના લોકગીતોના સૌરાષ્ટ્રના જાણીતા કલાકારોના ડાયરાના પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તથા વડોદરાના મેયર અને સાંસદ પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં લોકગીતોની રમઝટ દરમિયાન જીતુ વાઘણી અને મેયર ભરત ડાંગરની હાજરીમાં આયોજકોએ 10 અને 50 રૂપિયાની ચલણી નોટો કલાકારો ઉપર ઉડાડીને ડાયરાની ઉજવણી કરી હતી. આ ડાયરામાં આશરે 11 લાખ રૂપિયાની નોટો વરસાદ થયો હતો. આ અંગે જીતુ વાઘાણીને પૂછતાં તેમને જણાવ્યું હતું, કે આ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. પહેલાના સમયમાં રાજાઓ-મહારાજના સમયે પણ આ રીતે જ સ્વાગત કરીને તે રૂપિયા સેવાના કાર્યો માટે વપરાતા હતા.
ત્યારે ભાવિક ભક્તો એમના મનગમતા ગીતો ગાતા કલાકારો પર રૂપિયા ઉડાડેએ રૂપિયા સમાજ સેવાના કાર્યોમાં જ વપરાશે. સાથે તેમણે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ત્રણ દિવસ માટે ખેડૂત આંદોલન કર્યું હતું તે અંગે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની પાસે હવે કોઈ મુદ્દા રહયા નથી. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારએ અગાઉ પણ ખેડુતો માટે ચિંતા રાખી છે. અને આગામી દિવસોમાં ખેડૂતોના પડતર પ્રશ્નો ઉકેલવામાં આવશે.