વર્લ્ડકપ 2019 : આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે થશે મુકાબલો

New Update
વર્લ્ડકપ 2019 : આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે થશે મુકાબલો

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ યોજાશે. ભારત અત્યાર સુધી રમાયેલી તમામ મેચ જીતી ચૂક્યું છે. અફઘાનિસ્તાન વર્લ્ડ કપમાંથી લગભગ બહાર ફેંકાઈ જ ગયું છે. આજે બપોરે 3 વાગ્યાથી સ્ટાર સ્પોર્ટ્સ પરથી મેચનું જીવંત પ્રસારણ થશે.

ટીમ ઈન્ડિયા મેચ જીતી વર્લ્ડ કપમાં 50મી જીત પૂર્ણ કરશે. અત્યાર સુધી માત્ર 2 ટીમ જ આ મોટી સિદ્ધી મેળવી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 67 અને ન્યુઝીલેન્ડે 52 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં એક પણ મેચ હાર્યું નથી જ્યારે અફઘાન એક પણ મેચ જીત્યું નથી.બંને ટીમો પ્રથમવાર વર્લ્ડ કપમાં એકબીજા સામે ટકરાશે.

Latest Stories