/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/dc-Cover-b1fhh4aa4b5mttujmvb1o4scr2-20190627103228.Medi_.jpeg)
વેસ્ટ ઇન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે વર્લ્ડ કપ પછી ભારત સામેની શ્રેણી બાદ નિવૃત્તિની કરી જાહેરાત
વર્લ્ડકપની 34મી મેચ માન્ચેસ્ટર ખાતે ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાશે. ઇન્ડિયા એક પણ મેચ હાર્યા વગર વર્લ્ડકપ 2019ના પોઇન્ટ ટેબલમાં 9 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ઇન્ડિયા અત્યાર સુધી 5 મેચ રમી ચૂક્યું છે જેમાં તેને માં 4 જીત મળી છે જયારે 1 મેચ વરસાદ ના કારણે રદ થઈ હતી.ઇન્ડિયા આજની મેચ જીતી 11 પોઇન્ટ સાથે વર્લ્ડકપ સેમીફાયનલ તરફ ની કૂચ કરવાના ઈરાદા સાથે ઉતરશે. જયારે બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝના વર્લ્ડકપ પોઇન્ટ ટેબલમાં 3 પોઇન્ટ સાથે આઠમા ક્રમે છે, વેસ્ટ ઇન્ડિઝ અત્યાર સુધી 6 મેચ રમી ચૂક્યું છે. જેમાં તેને માં 1 જીત મળી છે તો 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને 1 મેચ રદ થઈ હતી. જેથી વેસ્ટ ઇન્ડિઝ ટિમ પાસે હવે વર્લ્ડકપ 2019માં ગુમાવવા જેવું કાંઈ રહ્યું નથી.પરંતુ વેસ્ટ ઇન્ડિઝ ટીમના આક્રમક બેટ્સમેન અને ફાસ્ટર બોલર વર્લ્ડકપમાં આગળ જનારી ટિમોને મોટો અપસેટ સર્જી શકે છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/06/chris-gayle-1-1.jpg)
વેસ્ટ ઇન્ડિઝના ઓપનર અને વિસ્ફોટક બેટ્સમેન તરીકે જાણીતા ક્રિસ ગેલે વર્લ્ડકપ પછી વનડે ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે વર્લ્ડકપ 2019 પછી આવનારી પેઢીને તક આપવા માટે તે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે.જોકે ભારત સામેની મેચ પહેલાંની પ્રેસ કોન્ફ્રન્સમાં તેણે જણાવ્યું કે હું વર્લ્ડકપ પછી ઘરઆંગણે ભારત સામે કદાચ વનડે અને ટેસ્ટ મેચ રમી શકું છું . હું ટી-20માં નહીં રમું, ત્યાર બાદ હું નિવૃત્તિ લઈશ એવી મારી ઈચ્છા છે.