વર્લ્ડકપ2019 : આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે થશે મુકાબલો

New Update
વર્લ્ડકપ2019 : આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે થશે મુકાબલો

આજે વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા યજમાન ઇગ્લેન્ડ સામે ટકરાશે. સેમિફાઇનલમાં પહોંચવા માટે ઇગ્લેન્ડ માટે આજની મેચ કરો યા મરો સમાન છે. જો ઇગ્લેન્ડ ભારત સામે હારી જાય તો વર્લ્ડકપમાંથી ફેકાઇ જશે અને જો ઇગ્લેન્ડ જીતી જાય તો પાકિસ્તાન વર્લ્ડકપમાંથી ફેંકાઇ જશે. જોકે, ભારતનો પ્રયાસ રહેશે આ મેચ જીતીને ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પ્રવેશ કરે. મેચનું પ્રસારણ બપોરે 3.00 કલાકથી થશે.

ભારત રવિવારે ઇંગ્લેન્ડ સામે પોતાના વર્લ્ડકપ અભિયાનની સાતમી મેચ રમશે. આ મેચની ખાસ વાત એ છે કે ટીમ ઇન્ડિયા બ્લૂની જગ્યાએ ઓરેન્જ જર્સીમાં મેદાને ઉતરશે. આઈસીસીના નિયમ પ્રમાણે, જયારે 2 ટીમોનો મુકાબલો હોય અને તેમની જર્સીનો કલર એક જેવો હોય તો મહેમાન ટીમ અલ્ટર્નેટ કલરની જર્સીમાં રમશે.

Latest Stories