વલસાડ : ગુંદલાવ નેશનલ હાઇવે નજીક સ્વીફ્ટ કાર અને લક્ઝરી બસ વચ્ચે થયો અકસ્માત,3ના મોત

વલસાડ : ગુંદલાવ નેશનલ હાઇવે નજીક સ્વીફ્ટ કાર અને લક્ઝરી બસ વચ્ચે થયો અકસ્માત,3ના મોત
New Update

વલસાડના ગુંદલાવ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્વીફ્ટ કારનું ટાયર ફાટતા ડિવાઈડર કુદાવી બીજા લેન પર જતા સામેથી આવતી લક્ઝરી બસ સાથે ગોઝારો અકસ્માત થયો હતો. કારમાં સવાર 3 વ્યક્તિના મોત થયા હતા.

વલસાડના ગુંદલાવ નેશનલ હાઇવે નંબર 48 પર સુરત તરફ થી આવતી સ્વીફ્ટ કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કુદાવી બીજા લેન પર આવી જતા મુંબઈ તરફ થી આવતી લક્ઝરીમાં ધડાકા ભેર અથડાતા કાર નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ગાડીમાં સવાર 3 વ્યક્તિના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ઘટના ને પગલે હાઇવે પર અસર પડી હતી. ઘટનામાં બસમાં સવાર એક વ્યક્તિને આંખના ભાગે ઇજા થતા વલસાડની આરએનસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટનામાં બસ ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article