New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/23-5-18-Tamchhadi-Talav-Kamgiri.jpg)
સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં વિવિધ કામગીરી ચાલી રહી છે. જે પૈકી ધરમપુર તાલુકાના તામછડી ગામે મનરેગા યોજના હેઠળ નવું તળાવ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં ગામના ૯૬ જેટલા શ્રમિકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે. આ તળાવ બનવાથી ગામના કૂવા અને બોરમાં પાણીના તળ ઊંચા આવવાથી ઊનાળામાં પડતી પાણીની મુશ્કેલીનું ચોક્કસ નિવારણ થશે. આમ જળસંચય થકી શ્રમિકોને ઘરઆંગણે રોજગારીની તક સાંપડી છે.
Latest Stories