વલસાડમાં પાલિકાની ચૂંટણીની અદાવતે બે જૂથ વચ્ચે મારામારી : ૨ ગંભીર

New Update
વલસાડમાં પાલિકાની ચૂંટણીની અદાવતે બે જૂથ વચ્ચે મારામારી : ૨ ગંભીર

તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાતા બે લોકોને માથાના ભાગે અને હાથમાં ગંભીર ઈજા પહોંચી

વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં પાલિકાની ગત ચૂંટણીની જૂની અદાવતને લઈ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાતા બે લોકોને માથાના ભાગે અને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્તોને સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. શનિવારે રાત્રે ધોબીતળાવ જકાતનાકાની બાજુમાં જૂની અદાવતને લઈ ધીગાંણું થયું હતું. પાલિકાની ગત ચૂંટણીમાં સુનિલ ઉર્ફે કાવો ભાજપ તરફે ઉભો હતો. જેનો પરાજય થયો હતો. જ્યારે અપક્ષ પેનલના ઉમેદવારોનો વિજય થયો હતો. જેના પ્રચારમાં વસંત ખુશાલ ચૌહાણ અને તેના ભાઈ વિનોદે રિક્ષા ફેરવીલ હતી.

ધોબીતળાવમાં રાત્રે ધિંગાણું, તલવાર ઉછળી

તેની અદાવત રાખી વસંતના ભાઈ વિનોદ અને તેમની સામે રહેતા સુનિલ શંકર રાઠોડ તથા આનંદ શંકર રાઠોડ સાથે સુનિલ કાવો સુરેશ નાયકા, કલ્પેશ સુરેશ નાયકા, યોગેશ ઉર્ફે યોગો મુકેશ નાયકા અને ગઉં એ મારામારી કરી હતી. જેમાં સુનિલ કાવોએ વિનોદને તલવારના હાથા વડે માથાના, મોઢાના અને શરીરના ભાગે તેમજ યોગેશે સુનિલ શંકર રાઠોડને જમણા હાથમાં તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર વડે માર મારી તેમજ કલ્પેશ અને ગઉં એ આનંદને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતા.

Latest Stories