વાઘોડિયા : નેશનલ હાઇવે નજીક રૂ. ૭.૭૦ લાખનો ભારતીય વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

વાઘોડિયા : નેશનલ હાઇવે નજીક રૂ. ૭.૭૦ લાખનો ભારતીય વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
New Update

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ હાઇવે પાસેથી વધુ ગ્રામ્ય એલસીબી પોલીસે રૂપિયા સાડા સાત લાખ ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સુત્રિય માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ મહેન્દ્ર રમણ પરમાર રહે માંગું ગામ તા. તિલકવાડા જિ. નર્મદાનાઓએ એક આઇસર ટેમ્પો નંબર જીજે - ૧૭ - એક્સ - ૬૬૨૫ માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે. સદર દારૂ ભરેલો ટેમ્પો હાલોલ તરફથી વડોદરાથી કરજણ તરફ જનાર છે જે બાતમીના આધારે ઉપરોક્ત ટેમ્પોની પોલીસ ડિસન્ટ હોટલ ઉપર એલસીબી સ્ટાફના માણસો સાથે વોચમાં રહેતા ઉપરોક્ત બાતમી વાળો ટેમ્પો આવતા ટેમ્પોને રોક્યો હતો.

ટેમ્પોમાં બેસેલા બે ઇસમોના નામ ઠામ પૂછતાં વિજય અરજણ નંદાણીયા (આહિર) હાલ રહે. માંજલપુર સૂરોન ચોકડી વડોદરા મૂળ રહે. નાગેડી ગામ જીઆઈડીસી પાછળ તા.જી. જામનગર તથા મુકેશ રાવજી બારિયા રહે માનપુરા ખૂણી ફખિયું તા. ડભોઇ જી વડોદરા નાઓને ઝડપી પાડી તેઓને સાથે રાખી ટેમ્પોની સઘન તલાશી લેતા ટેમ્પોમાંથી અલગ અલગ માર્કાની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ ૨૧૯૨ કિંમત રૂપિયા ૭,૭૦,૦૦૦ મોબાઇલ ફોન નંગ ૨ કિંમત રૂપિયા ૫,૫૦૦ ટેમ્પો કિંમત રૂપિયા પાંચ લાખ તથા રોકડા રૂપિયા ૨,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૧૨,૭૭,૯૦૦ના મુદ્દામાલ કબ્જે કરી બંને ઇસમો તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ઇસમ સહિત ત્રણેય ઇસમો વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article