વાલીયાના વટારીયા ગામે શ્રી ગણેશ સુગર ખાતે આંખ નિદાન કેમ્પ યોજાયો

New Update
વાલીયાના વટારીયા ગામે શ્રી ગણેશ સુગર ખાતે આંખ નિદાન કેમ્પ યોજાયો

વાલીયા તાલુકાના વટારીયા ગામે શ્રી ગણેશ સુગર તથા સ્વ.ચંદનબેન પંડયા અને સ્વ.ચંદ્રકાંતભાઇ પંડયાના સ્મરર્ણાર્થે પંડયા પરિવાર-કોસંબાના સંયુકત ઉપક્રમે સેવા-રૂરલ- ઝઘડીયા દ્વારા આંખ નિદાન કેમ્પ યોજાયો

શ્રી ગણેશ સુગર-વટારીયા દ્વારા દર વર્ષે નિયમીત આંખના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં બહોળી સંખ્યામાં જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લીધેલ છે. ચાલુ વર્ષે પણ તાઃ ૦૧-૦૯-૨૦૧૯ ના રોજ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી., વટારીયા તથા સ્વ.ચંદનબેન પંડયા અને સ્વ.ચંદ્રકાંતભાઇ પંડયાના સ્મરર્ણાર્થે પંડયા પરિવાર-કોસંબાના સંયુકત ઉપક્રમે સેવા-રૂરલ- ઝઘડીયા દ્વારા શ્રી ગણેશ મંદિર વટારીયા ખાતે આંખ નીદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આજુ-બાજુના વિસ્તારનાં ગામડાઓનાં આખંને લગતા રોગોના કુલ ૨૪૪ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં મોતીયાના આપરેશન વાળા દર્દી ૨૯, ઘનિષ્ઠ તપાસ માટે રીફર કરેલ દર્દીઃ ૦૩, આંખના અન્ય ઓપરેશનવાળા દર્દીઃ ૦૩, દવા વિતરણ કરેલ દર્દી ૫૫, તેમજ ૭૫ દર્દીઓને રાહતદરે અને ૦૯ દર્દીઓને મફત ચશ્માં આપવામાં આવેલ હતા. ગણેશ સુગર-વટારીયાના ચેરમેન સંદિપ માંગરોલાએ સદર કેમ્પની મુલાકાત લઇ દર્દીઓને મળી તેઓની તકલીફો સમજવાનો પ્રયત્ન કર્યો હતો.

Latest Stories