વિશ્વનું સૌથી મોટું કુરાન વડોદરાની જામા મસ્જિદમાં હોવાનો જામા મસ્જિદના બાંગીનો દાવો

New Update
વિશ્વનું સૌથી મોટું કુરાન વડોદરાની જામા મસ્જિદમાં હોવાનો જામા મસ્જિદના બાંગીનો દાવો

વડોદરાની જામા મસ્જિદ આમ તો ઈરફાન અને યુસુફ પઠાનના નામને લઈને જાણીતી છે જો કે, આજકાલ આ મસ્જિદ એક અન્ય કારણે જાણીતી બની છે કારણ કે, આ મસ્જિદમાં દુનિયાનું સૌથી મોટુ કુરાન હોવાની જાણ મસ્જિદના બાંગીએ કરી છે. આ કુરાનની લંબાઈ 75 ઈંચ છે, જ્યારે પહોળાઈ 41 ઈંચ છે. આ કુરાનના 30 સોપારે અલગ અલગ 15 પ્રતોમાં લખવામાં આવી છે જેને મુસ્લિમ ધર્મના એક મોટા સંત ઘોષે દ્વારા મુસ્લિમ વર્ષ હિજરી 1200માં લખવામાં આવી હતી. એવું કહેવાય છે કે, સંત ઘોષ પાકે આશરે 250 વર્ષ પહેલા સ્વહસ્તે આ કુરાન લખ્યું હતું. સંતે આ કુરાનનો કાગળ પોતાની જાતે બનાવ્યો હતો, અને આશરે 65 વર્ષ સુધી કુરાનનું લખાણકાર્ય ચાલ્યું હતું . કુરાનની બોર્ડરને સજાવવા માટે સોનાની વરખનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ કુરાનના દર્શન માટે માત્ર મુસ્લિમો જ નહી પરંતુ હિન્દુઓ પણ આવે છે. જ્યારે પણ કુરાનને દીદાર માટે રાખવામાં આવે છે, ત્યારે હિન્દુઓ પણ અહી આવી શ્રદ્ધાભાવથી કુરાનના દર્શન કરે છે. સબ બારાતની રાતે જ્યારે જામા મસ્જિદમાં જ્યારે આ કુરાનનું પઠન થયુ ત્યાર સેકડો ભાવિકો હાજર રહ્યા હતા. આ કુરાનની ખિદમત ઈરફાન અને યુસુફ પઠાનના પૂર્વજોએ કરી હતી બાદ તેના પિતા મેહમૂદ ખાન પઠાને કરી હતી.

Latest Stories