વ્યારા ખાતે સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કૃષિ મહોત્સવ યોજાયો

વ્યારા ખાતે સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કૃષિ મહોત્સવ યોજાયો
New Update

ગુજરાત સરકાર દ્વારા રાજયના ખેડૂતોના હિતમાં જૈવિક ખેતી માટે નીતિ બનાવવામાં આવી છે. આ નીતિ અંતર્ગત જૈવિક ખેતી કરતા ખેડૂતોને તેમની ખેતપેદાશોના વધુ સારા ભાવો મળશે. ગુજરાતમાં ૪૯૨૯૮ હેકટર જમીનમાં સેન્દ્રિય ખેતી કરવામાં આવે છે, તો સેન્દ્રિય ખેતી કરી વધુ સારી આવક મેળવીએ એમ રાજયના સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ ધાટ ગામના ગણેશભાઇને વેલાવાળા શાકભાજીની ખેતીમાં સિદ્ધિ બદલ રૂા. ૨૫,૦૦૦નો ચેક અને ટ્રોફી, સરકુવાના ચીમનભાઇને વેલાવાળા શાકભાજીની ખેતીમાં સિદ્ધિ બદલ રૂા. ૧૦,૦૦૦નો ચેક અને ટ્રોફી તથા બેડકુવા નજીકના શશિકાંતભાઇને પશુપાલન ક્ષેત્રે સિદ્ધિ બદલ રૂા. ૧૦,૦૦૦નો ચેક અને ટ્રોફી આપીને નવાજવામાં આવ્યા હતા. જયારે વ્યારા તાલુકાના અન્ય પ્રગતિશીલ ખેડૂતોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સીટીના વિવિધ વિભાગના તજજ્ઞો તથા વ્યારા તાલુકાના પ્રગતિ શીલ ખેડૂતો દ્વારા ઉપસ્થિત ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વ્યારા એ.પી.એમ.સીના ચેરમેન પ્રવિણભાઇ, વ્યારા પ્રાંત તુષારભાઇ જાની, નાયબ ખેતી નિયામક, કૃષિભવન ગાંધીનગર, એન.સી.પટેલ, અગ્રણી જયરામભાઇ ગામીત, બિપીનભાઇ ચૌધરી, મહેન્દ્રભાઇ, ખેતીવાડી, બાગાયત અને આત્મા પ્રોજેકટના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article