સંઘપ્રદેશ દમણમાં કાયદાનું પાલન ચુસ્તપણે થાયએ માટે પોલીસ દ્વારા કરાયો નવતર પ્રયોગ

સંઘપ્રદેશ દમણમાં કાયદાનું પાલન ચુસ્તપણે થાયએ માટે પોલીસ દ્વારા કરાયો નવતર પ્રયોગ
New Update

દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણમાં હવે જાહેરમાં દારૂ પીનારાં શોખીનો ની ખેર નથી.. દમણ પ્રશાસને દમણના દરિયા કિનારા સહિત જાહેર સ્થળો પર દારૂ પીવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ દરિયા કિનારે જાહેરમાં યોજાતી દારૂની મહેફિલો ને કારણે મારા મારી સહિત અન્ય ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હતું. આથી ગુનાખોરીને ડામવા દમણ પોલીસે પણ કમર કસી છે ને હવે દમણના જાહેર સ્થળો પર પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે.

જોકે દમણના દરિયા કિનારા વિસ્તારમાં પોલીસે સાઇકલ પર પેટ્રોલિંગ શરૂ કરી જાહેરમાં દારૂ પીનારા શોખીનો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેને કારણે અત્યાર સુધી જાહેરમાં પીવાની પાર્ટીઓ યોજાતા શોખીનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

રાજ્યના પડોશમાં આવેલો નાનકડા સંઘપ્રદેશ દેશભરમાં પર્યટન માટે જાણીતું સ્થળ છે ..દમણમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી સહેલાણીઓ દરિયાકિનારે મોજ માણવા ઊમટે છે.જોકે આ નાનકડા પ્રદેશમાં દારૂની છૂટ હોવાથી મોટાભાગે ખાવાપીવાના શોખીનો દમણને પસંદ કરતા હતા.જોકે પ્રદેશમાં દારૂબંધીની છૂટવાનો ગેર ફાયદો ઉઠાવી દારૂના શોખીનો દમણના દરિયા કિનારે સહિત જાહેર રસ્તાઓ અને અન્ય જાહેર જગ્યા ઉપર દારૂની મહેફિલ યોજાતા હતા.

જેના કારણે દમણમાં પરિવાર સાથે ફરવા આવતા લોકોને સંકોચ થતો હતો. સાથે જ જાહેરમાં દારૂને પીવાને કારણે દારૂના નશામાં છાકટા બનેલા દારૂડિયાઓ ના કારણે અનેક વખત જાહેરમાં મારામારી સહિતની ઘટનાઓ બનતી હતી.આથી જાહેરમાં દારૂ પીવાને કારણે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું હતું. જોકે હવે તમામ પ્રશાસનને દમણના દરિયા કિનારા સહિત જાહેર રસ્તા પર જાહેર જગ્યા ઉપર દારૂની પાર્ટીઓ પર દારૂ પીવા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને જાહેરનામાનો ભંગ કરનાર શખ્સો વિરૂધ કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપી દીધા છે.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article