સંજય રાઉતે રાજ્યસભામાં કહ્યું - શું લોકો 'ભાભીજી કે પાપડ' ખાઈને સ્વસ્થ થયા?

New Update
સંજય રાઉતે રાજ્યસભામાં કહ્યું - શું લોકો 'ભાભીજી કે પાપડ' ખાઈને સ્વસ્થ થયા?

રાજ્યસભામાં કોરોના વાયરસ અંગેની ચર્ચા દરમિયાન સંજય રાઉતે તંજ કસતા કહ્યું હતું કે શું લોકો 'ભાભીજી કે પાપડ' ખાઈને કોરોનાથી સાજા થયા ?  શિવસેનાના સાંસદે ભાજપના મંત્રી અર્જુનરામ મેઘવાલ પર નિશાન સાધ્યું હતું.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે આજે કોરોના વાયરસ અંગે રાજ્યસભાની ચર્ચામાં ભાગ લીધો હતો અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે શું લોકો 'ભાભીજી ના પાપડ' ખાઈને સ્વસ્થ થયા?

સંજય રાઉતે કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલના 'ભાભીજીના પાપડ' ના નિવેદનની નિંદા કરી અને કહ્યું, "હું સભ્યોને પૂછવા માંગું છું કે કોરોનાથી આટલા લોકો કેવી રીતે સ્વસ્થ થયા?" લોકો ભાભીનાં પાપડ ખાઈને સ્વસ્થ થયાં? આ કોઈ રાજકીય લડાઈ નથી પરંતુ આ લોકોના જીવ બચાવવા માટેની લડત છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અર્જુનરામ મેઘવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે એક ખાનગી કંપની 'ભાભીજી'કે પાપડની શરૂઆત કરી રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ પાપડ શરીરની પ્રતિરોધક શક્તિ મજબૂત બનાવશે. .

દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. 51 લાખને પર પોઝિટિવ કેસનો આંકડો પહોંચી ગયો છે. તેવામાં આજે રાજ્યસભાના કાર્યકાલમાં કોરોના અંગે ચર્ચા થઈ હતી. કોરોનાની પરિસ્થિતી અંગે વિપક્ષે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.

Read the Next Article

IND vs ENG : માન્ચેસ્ટર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 358 રન બનાવ્યા, કેપ્ટન બેન સ્ટોક્સે 5 વિકેટ લીધી

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 358 રન બનાવ્યા હતા. બીજા દિવસે ભારત તરફથી ઋષભ પંત ઘાયલ હાલતમાં બેટિંગ કરવા ઉતર્યો હતો.

New Update
cricket

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 358 રન બનાવ્યા હતા. બીજા દિવસે ભારત તરફથી ઋષભ પંત ઘાયલ હાલતમાં બેટિંગ કરવા ઉતર્યો હતો. ગઈકાલે (બુધવારે) તે 37 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. ઋષભ પંત લંગડાતો રહ્યો અને ઈંગ્લેન્ડના બોલરોનો સામનો કરતો રહ્યો. પંતે 75 બોલમાં 54 રનની ઇનિંગ રમી. આ દરમિયાન તેના બેટમાંથી 3 ચોગ્ગા અને 2 છગ્ગા નીકળ્યા. પંત ઉપરાંત, સાઈ સુદર્શને 61 અને યશસ્વી જયસ્વાલે 58 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન બેન સ્ટોક્સે 5 વિકેટ લીધી.

ઋષભ પંતે ઇતિહાસ રચ્યો

ઋષભ પંતે તૂટેલા અંગૂઠા સાથે અડધી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તે હવે ઇંગ્લેન્ડમાં સૌથી વધુ વખત 50 થી વધુ સ્કોર બનાવનાર ભારતીય વિકેટકીપર બની ગયો છે. આ તેનો ઇંગ્લેન્ડમાં પાંચમો પચાસ થી વધુ સ્કોર હતો. પંતે એમએસ ધોની અને ફારૂક એન્જિનિયરને પાછળ છોડી દીધા છે. ધોની અને ફારૂકે ચાર વખત 50થી વધુ સ્કોર કર્યા હતા.

આવી રહી ભારતીય ઇનિંગ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઇન્ડિયાની ચોથી ટેસ્ટમાં સારી શરૂઆત હતી. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી હતી. કેએલ રાહુલ 98 બોલમાં4  ચોગ્ગાની મદદથી 46 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ત્રીજા નંબરે આવેલા સાઈ સુદર્શને પણ અડધી સદી ફટકારી હતી અને યશસ્વી જયસ્વાલે પણ અડધી સદી ફટકારી હતી.

જયસ્વાલે 107 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 10 ચોગ્ગા અને એક છગ્ગો નીકળ્યો હતો. સાઈ સુદર્શને 151 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 61 રન બનાવ્યા. ટેસ્ટ ક્રિકેટમાં આ તેમની પહેલી અડધી સદી હતી. બીજી તરફ, કેપ્ટન શુભમન ગિલનું બેટ શાંત રહ્યું. તે ફક્ત 12 રન જ બનાવી શક્યો.

Latest Stories