/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maharaj.jpg)
સમર્પણ ધ્યાન એ પધ્ધતિ નહીં પણ સંસ્કાર છે તેમ ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં સમર્પણ ધ્યાનયોગ ગુરૂ તરીકે ખ્યાતિ પ્રાપ્ત શીવકૃપાનંદ સ્વામીએ ભરૂચના આત્મીય સ઼સ્કારધામ ખાતે પત્રકારો સાથે વાર્તાલાપ દરમ્યાન કહ્યું હતું.
નવસારી ખાતે શ્રી શીવકૃપાનંદ સ્વામી આશ્રમ ટ્રસ્ટ સહિત દેશ વિદેશમાં આશ્રમ અને ધ્યાન કેન્દ્રના સ્થાપક એવા શીવકૃપાનંદ સ્વામી સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા કહેવાય છે. ભરૂચમાં સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા 'ગુરુ સાંનિધ્ય' અને રક્ષક વર્ષ-ર૦૧૯માં પોલીસ મિત્રો માટે કાર્યક્રમનું આયોજન કરાતા સ્વામી શીવકૃપાનંદે ભરૂચની મુલાકાત દરમ્યાન આત્મીય ધામ ખાતે પત્રકારો સાથે વાર્તાલાપ કર્યો હતો.
પત્રકારો સાથેના વાર્તાલાપ દરમ્યાન સ્વામીએ ધ્યાન, યોગ અંગે માર્ગદર્શન આપતા કહ્યું હતું કે સમાજનમાં ધ્યાન-યોગની જે પધ્ધતિ છે તે શરીરથી શરીર સુધી જ્ઞાન આપવાની પધ્ધતિ છે. સમર્પણ ધ્યાન તેનાથી ભિન્ન છે. અહીં કોઇને કશું જ શીખવાડવાની વાત નથી. અહીં આપોઆપ ધ્યાનનો અવિષ્કાર થાય છે. એટલે સમર્પણ ધ્યાન યોગ એ પધ્ધતિ નહીં પણ સંસ્કાર છે. જેનું ધ્યેય એક જ છે. અંદરના માનસને જાગ્રત કરવાનું.
ઉલ્લેખનીય છે કે ભરૂચ પોલીસ માટે રક્ષક વર્ષ ૨૦૧૯ના ભાગરૂપે સમર્પણ ધ્યાનયોગની શિબિર હતી. પરંતુ પોલીસ પૂર અસરગ્રસ્તોના બચાવકાર્યમાં હોવાથી તેમનો કાર્યક્રમ રદ કરાયો હતો. દરમ્યાન પત્રકારો સાથે વાતાર્લાપ કરતા સ્વામીજીએ વસુધૈવ કુટુંબકમની કલ્પના માત્ર ધ્યાનના માધ્યમથી જ થઈ શકે તે વાત પર ભાર મૂકી દેશમાં એકતા અને સમાનતા માટે વ્યક્તિના નામ પાછળથી અટક દૂર કરવી જોઇએ તેવો આગ્રહ વ્યક્ત કર્યો હતો. જેના માટે તેમણે દેશના પ્રધાનમંત્રીને પત્ર પણ લખ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશમાં ભાષા, જાતિ અને ધર્મના કોઇ વિવાદ ન હોવા જાેઇએ. ધ્યાનથી આપણી આસપાસ એક સકારાત્મક ઉર્જાનું આભામંડળ તથા સુરક્ષા કવચનું નિર્માણ થતું હોવાનું જણાવી વ્યક્તિએ રોજ નિયમિત ૩૦ મીનીટ સુધી ધ્યાન કરવું જોઇએ તેવી અપીલ પણ તેમણે કરી હતી. સમગ્ર કાર્યક્રમા બાદ ભરૂચ સક્રીય પત્રકાર સંઘ દ્વારા પરમ પૂજ્ય શ્રી ગુરુદેવ શિવકૃપાનંદ સ્વામીજી ને સન્માનપત્ર આપવામાં આવ્યું.