સરકાર દ્વારા રાષ્ટ્રીય નાગરીક સૂચી જાહેર કરવાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ભરૂચ કલેકટરને આવેદન

New Update
સરકાર દ્વારા રાષ્ટ્રીય નાગરીક સૂચી જાહેર કરવાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ભરૂચ કલેકટરને આવેદન

આસામ ના ૧૫ લાખ હિન્દુ વિદેશી અને ૪૯ લાખ બાંગ્લાદેશી મુસલમાન સ્વદેશી (નાગરીક)

૩૧ ઓગસ્ટ ર૦૧૯ આસામ સરકાર દ્વારા રાષ્ટ્રીય નાગરીક (૫૨૦) ની સૂચી જાહેર કરવામાં આવી જેના વિરોધમાં અને આસામના હિન્દુઓની રક્ષા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સરકાર પાસે માંગ કરી ભરૂચ કલેકટરને આવેદન પાઠવાયું.

ભરૂચ કલેકટરને પાઠવાયેલ આવેદનમાં તા.3૧ ઓગસ્ટ ર૦૧૯ આસામ સરકારે ૧૯૭૧ ના આધારે જે રાષ્ટ્રીય નાગરીક રજીસ્ટર રજુ કરેલ છે જેમાં વધારે પડતા બાંગ્લાદેશી મુસલમાનોના નામ નોંધાઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દલ માંગણી કરે છે કે ૧૯૫૧ ના આધારે નવી રાષ્ટ્રીય નાગરીક રજીસ્ટર સૂચી તૈયાર કરવામાં આવે., દેશમાં રહેતા બધા બાંગ્લાદેશી અને આસામ ના ૪૯ લાખ બાંગ્લાદેશી મુસલમાન જેનો સ્વીકાર સંસદ માં ગૃહ રાજ્યમંત્રી જયસ્વાલે કર્યો હતો. જેને સમય સીમમાં બાંગ્લાદેશ મોકલે અથવા ડીટેન્સન કેમ્પ માં લઇ જાય., થીલન્જીયા આસામની બધી જાતિ જનજાતિના લોકોને ૧૯૫૧ ના આધારે સંવૈધાનિક રૂપે દેશમાં સુરક્ષા આપવામાં આવે.,ભારતમાં જેટલા પણ હિન્દુ શરણાર્થી છે તે બધાને ભારતીય નાગરિકતા આપવામાં આવે.,૧૯૭૧ પછી જેટલા હિન્દુ શરણાર્થીઓએ આસામમાં શરણાગતિ આપી તેવા બધા હિંદુઓ ને દેશના વિવિધ પ્રદેશોમાં સસમ્માન ભારતીય નાગરિકતાઆપી વસાવવામાં આવે., સરકાર સમયબદ્ધ (ટાઇમ બાઊંડ) બાંગ્લાદેશીઓને હટાવવાના કાર્યક્રમ ની જાહેરાત કરે. તથા બાંગલાદેશ , પાકિસ્તાન અને અફગાનિસ્તાન થી આવેલા શરણાર્થી હિન્દુઓને ભારતીય નાગરિકતા આપવામાં આવેની માંગ કરી હતી.

Latest Stories