/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-162.jpg)
નર્મદા એ શિવપુત્રી છે અને તેના અનેક નામ છે.એક નામ છે રેવા.રેવા એટલે ખળ ખળ વહેતી. છેલ્લા કેટલાક સમયથી નર્મદા નદી મૃતઃપાય અવસ્થામાં હતી પરંતુ છેલ્લા ત્રણ દિવસથી મા નર્મદા તેના મૂળ સ્વરૂપ રેવા સ્વરૂપમાં આવી છે. આજે તીર્થધામ ગરુડેશ્વર ખાતે નર્મદા નદી પર નિર્માણાધિન 40 ફૂટ ઉંચાથયા.નર્મદા ડેમનાં 8 દરવાજા ખોલાતા જ સુંદર અને મનમોહક દ્રશ્યો ખડા થયા છે. પ્રવાસીઓ ઓવરફ્લો ડેમનાં દિવાના છે પણ નર્મદા ડેમ પાર ગેટ લાગી જતા કેટલાક સમયથી ઓવરફ્લો દેખાતો બંધ થયો છે તો પ્રવાસીઓએ હવે નિરાશ થવાની જરૂર નથી. કેવડીયા જતા માર્ગ પર ગરુડેશ્વર યાત્રાધામ આવેલ છે ત્યાં જઈને મીની ઓવરફ્લો જોઈ શકાશે.તો નર્મદા માતાનું એક નામ રોદ્રસ્વરૂપા છે.ભગવાન શિવ પણ રોદ્ર સ્વરૂપ હતા અને તેમની પુત્રી નર્મદાનું ફરી એકવાર મૂળ સ્વરૂપ રોદ્ર સ્વરૂપા આજે દેખાય છે.
નર્મદા જિલ્લો ગુજરાતનું મીની કાશ્મીર ગણાય છે.અને તેમાં પણ ચોમાસુ એટલે કહેવું જ શું? નર્મદા ડેમ વિસ્તારમાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.હાલ નર્મદા ડેમ વિસ્તારમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.સાતપુડા અને વીંધ્યાચલ પર્વતે લીલી ચાદર ઓઢી લીધી છે.સાથે નર્મદા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે હાલ તો મનમોહક દ્રશ્યો ઉભા થયા છે.અને જેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ પર 9 મહિનામાં 19 લાખ પ્રવાસીઓ એ આ કુદરતી સૌંદર્ય નો નજારો માળ્યો છે આજે સરદાર સરોવર નર્મદા ડેમ ના દરવાજા ખોલવાને કારણે પ્રકૃતિ માં 100 ગણો વધારો થયો છે અને હાલ ચોમાસા ની સીઝન માં રોજના 6 હજાર પ્રવાસીઓ આવી રહ્યા છે.