New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/yogi-adityanath-ayodhya-visit_650x400_81508312590.jpg)
અયોધ્યામાં સરયૂ નદી પર રામ કી પૈડીમાં દીપ ઉત્સવ મનાવવામાં આવશે. જેની તૈયારીનાં ભાગરૂપે ભગવાન રામનાં વનવાસ માંથી પરત ફર્યા બાદ અહીં દિવાળી મનાવવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાની કેબિનેટની સાથે ભગવાન રામ અને સીતામાતાને રાજતિલક કરીને દિવાળી પર્વની ઉજવણી કરશે.
આ અવસર પર સરયૂ ઘાટ પર અંદાજે 1.75 લાખ દિવડા પ્રગટાવવામાં આવશે. ઉપરાંત અહીં લેઝર શો ઉપરાંત રામલીલાનું આયોજન પણ થશે. જેના માટે થાઈલેન્ડ અને શ્રીલંકાનાં કલાકાર પર્ફોમન્સ કરશે.
આ અવસર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા માટે અનેક યોજનાઓની પણ શરૂઆત કરશે. કહેવાય છે કે, ત્રેતા યુગમાં 14 વર્ષના વનવાસ બાદ લંકા વિજય કરીને અયોધ્યા પરત ફરેલ ભગવાન રામનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને રામની નગરીને દિવાઓથી સજાવવામાં આવી હતી.
Latest Stories