સુરત આગકાંડ બાદ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

સુરત આગકાંડ બાદ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
New Update

મુખ્ય સચિવ ડો જે એન સિંહે જણાવ્યું કે સુરતની આગ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ટ્યુશન ક્લાસ હોસ્પિટલ મોલ સહિત ની ખાનગી મિલકતોમાં ફાયર સેફ્ટી અને આપદા પ્રબંધ માટે ખાસ ડ્રાઇવ કરવામાં આવી છે.

સુરતની આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડના બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે.તેમણે વધુ વિગતો આપતા કહ્યું કે ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર સંપુર્ણ પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રી વિજય ભાઈની સૂચનાઓ અનુસાર સમગ્ર રાજ્યમાં 2055 જેટલા અધિકારીઓની 713 ટિમ નગરો મહાનગરોમાં સઘન તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં 9965 મિલકતોની તપાસ કરાઈ છે.ફાયર સેફ્ટીની જ્યાં સુવિધા ન હોય ત્યાં સીલ કરવા સુધીની કરવાહી કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે રાજ્યમાં 9395 બિલ્ડીંગને મિલકતોને શો કોઝ નોટિસ આપવામાં આવી છે.રાજ્ય સરકાર સુરતની આગ દુર્ઘટનાને ગંભીરતા થી લઇને રાજ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટે સજાગતા થી કાર્યરત છે. સુરતમાં 80 ટિમમાં 320 અધિકારીઓએ 1524 જેટલા ટ્યુશન ક્લાસીસ સહિતની મિલકતોની ફાયર સેફ્ટી ચેક કરવામાં આવી છે.123 સ્થાનોમાં ફાયર સેફ્ટી સુવિધા ન હોવાથી પગલાં લેવાયા છે.

મુખ્ય સચિવે કહ્યું કે મુખ્યમંત્રી વિજયભાઈના અધ્યક્ષ સ્થાને આવતી કાલે સોમવારે ઉચ્ચ સ્તરીતય બેઠક યોજીને આવી ઘટના ન બને તે માટેની ચોક્ક્સ રણ નીતિ કાર્ય પદ્ધતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article