સુરત : કતારગામ પોલીસ સ્ટેશનમાં ગાંધીનગરથી પીએસઆઇ આવ્યાં, જુઓ પછી શું થયું

સુરત : કતારગામ પોલીસ સ્ટેશનમાં ગાંધીનગરથી પીએસઆઇ આવ્યાં, જુઓ પછી શું થયું
New Update

સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં આવેલા

નકલી પોલીસનો ભાંડો ફુટી જતાં પોલીસે તેની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીનું નામ

કિશન જેતાની હોવાનું બહાર આવ્યું છે. 

કતારગામ પોલીસ સ્ટેશનમાં રાબેતા મુજબની

કામગીરી થઇ રહી હતી ત્યારે એક પોલીસ અધિકારી જેવા લાગતાં યુવાનની એન્ટ્રી થઇ

હતી.તેણે પોલીસ સ્ટેશનમાં આવી પોતાના મિત્રની ફરિયાદ દાખલ કરી આરોપીઓ સામે કડક

કાર્યવાહી કરવા સુચના આપી હતી. પોલીસ સ્ટેશનમાં હાજર કર્મચારીઓએ તેને પુછતાં તે

ગાંધીનગરમાં પીએસઆઇ હોવાનું જણાવ્યું હતું. પોલીસને શંકા જતાં તેની પાસેથી આઇકાર્ડ

માંગવામાં આવ્યું હતું. યુવાને રજુ કરેલું આઇકાર્ડ નકલી જણાતા તેની અટકાયત કરવામાં

આવી હતી. પોલીસે આકરી પુછપરછ કરતાં તે ભાંગી પડયો હતો અને પોતે વરાછા વિસ્તારમાં

રહેતો કિશન જેતાની હોવાની કબુલાત કરી હતી. તેણે અત્યાર સુધીમાં નકલી પોલીસ બની

લોકો સાથે ચાર લાખ રૂપિયાથી વધુની છેતરપીંડી કરી હોવાની વિગતો સપાટી પર આવી છે.

આરોપીએ કેટલા સ્થળે તોડ કર્યો છે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

#Connect Gujarat #Gujarati News #Katargam #Surat News #GANDHINAGAR PSI
Here are a few more articles:
Read the Next Article