/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/15171503/maxresdefault-205.jpg)
સુરતના કતારગામ વિસ્તારમાં એક જ રાતમાં 10 દુકાનોના તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોની કરતુત સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.
સુરતના કતારગામ વિસ્તારમાં એક સાથે 10 થી વધુ દુકાનોને નિશાન બનાવામાં આવી છે. તસ્કરોએ દુકાનનું શટર ઉંચુ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ચોરી ઘટનાને અંજામ આપતા બે ચોર નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરા કેદ થયા છે તો બીજી બાજુ એક સાથે 10 વધુ દુકાનના તાળા તૂટતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહયાં છે. ચોરીમાં ગયેલી રકમનો ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી. હાલ તો કતારગામ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે ચોરોને પકડવા કવાયત હાથ ધરી છે.