સુરત : કેબલ બ્રિજ પર ડેકોરેશન માટે લગાવાયેલી 4.50 લાખની LED લાઈટની થઈ ચોરી

સુરત : કેબલ બ્રિજ પર ડેકોરેશન માટે લગાવાયેલી 4.50 લાખની LED લાઈટની થઈ ચોરી
New Update

સુરતના કેબલ સ્ટેઈડ બ્રિજ પર ડેકોરેશન માટે લગાવાયેલી એલઈડી લાઈટ ચોરીની ઘટના બની છે. 4.50 લાખની લાઈટની ચોરી કરવામાં આવી હોવાની પોલીસ સ્ટેશનમાં મનપા દ્વારા અરજી કરવામાં આવી છે.

સુરત બ્રિજ પર કેટલી લાઈટીંગનો કલર ન આવતો હોવાની ફરિયાદ ઉઠતા મનપા દ્વારા તપાસ કરવામાં આવી હતી. એલઈડી લાઈટ ન દેખાતા સુરત મહાનગર પાલિકાએ આ મામલે અડાજણ પોલીસ સ્ટેશન માં અરજી કરી હતી. પોલીસ તપાસ કરતા 4.50 લાખની એલઇડી લાઈટ ચોરી થવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબર 2018ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું હાલ આ મામલે અડાજણ પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article