સુરત : ડુંગળીના ભાવ ઘટાડવાની માંગ સાથે કોંગી કાર્યકરોએ પહેર્યો ડુંગળીનો હાર

New Update
સુરત : ડુંગળીના ભાવ ઘટાડવાની માંગ સાથે કોંગી કાર્યકરોએ પહેર્યો ડુંગળીનો હાર

ગરીબોની

કસ્તુરી ગણાતી ડુંગળીના વધી રહેલાં ભાવના વિરોધમાં કોંગ્રેસે સુરતમાં અનોખી રીતે

વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગી કાર્યકરોએ ડુંગળીનો હાર પહેરી રાજયના મુખ્યમંત્રીની

હાય બોલાવી હતી

સુરતમાં

શનિવારના રોજ કોંગ્રેસ દ્વારા ડુંગળીના વધી રહેલા ભાવ તેમજ બિન સચિવાલયની

પરીક્ષાના મુદે વિરોધ પ્રદર્શન કરાયું હતું. કલેકટર કચેરી  ખાતે કોંગ્રેસ ના નેતાઓએ ધરણા પર બેસીને સરકારની હાય હાય બોલાવી

હતી. ડુંગળીના વધી રહેલા ભાવને અંકુશમાં લાવો અને બીન સચિવાલય પરીક્ષા રદ કરોના

નારાઓથી કલેકટર કચેરી ગુંજી ઉઠી હતી.  કેટલાક કાર્યકરોએ ડુંગળીના હાર ગળામાં

પહેરીને આવ્યાં હતાં. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી

કાર્યકર્તાઓની ઉમરા પોલીસે અટકાયત કરી હતી.

Latest Stories