New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/SURAT.jpg)
સામાન્ય રીતે બાળકનો જન્મ થાય તો દરેક દંપતિ મીઠાઈ વહેંચી અને ખુશીની લાગણી વ્યક્ત કરતા હોય છે, દીકરાનો જન્મ થાય એટલે ઉત્સાહ બેવડાઈ જતો હોય છે.
ત્યારે સુરતના કિશન ભુવાએ પોતાના ઘરે બાળકનો જન્મ થતા વર્ષ દરમિયાન ત્રણ ત્રણ મહિનાના અંતરે બ્લડ ડોનેશન કેમ્પ યોજી 365 બોટલ બ્લડ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનું બીડું હાથ ધર્યું છે સાથે જ 365 વૃક્ષો રોપવાનો સંકલ્પ પણ કર્યો છે. સુરતના આ દંપતીએ પોતાના ઘરે દીકરાનો જન્મ થતા બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કરવા સંકલ્પબદ્ધ બની એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
લોકો બાળકના જન્મદિવસે હજારો રૂપિયા ખર્ચી ઉજવણી કરતા હોઈ છે ત્યારે આ દંપતીએ દર વર્ષે બાળકના જન્મદિવસથી આખા વર્ષ દરમિયાન 2થી 3 બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણના સંકલ્પથી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
Latest Stories