સુરત: સેવન્થ ડે સ્કૂલમાં ફી વધારા મુદ્દે વાલીઓ દ્વારા અનોખો વિરોધ

સુરત: સેવન્થ ડે સ્કૂલમાં ફી વધારા મુદ્દે વાલીઓ દ્વારા અનોખો વિરોધ
New Update

ગત રોજથી અઠવાલાઈન્સ ખાતે આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ફી વધારાનો વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે વાલીઓ દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે વાલીઓ સ્કૂલ બહાર એકઠાં થયા હતા. અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં ન જવા માટે હાથ જોડીને અપીલ કરી હતી.

સેવન્થ ડે સ્કૂલમાં ફીમાં 5થી 8 હજાર જેટલો વધારો કરવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે. ગત રોજથી શરૂ થયેલો વિરોધ આજે પણ યથાવત રહ્યો છે. આજે મોટી સંખ્યામાં વાલીઓને જાગૃત કરવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં ન જવા માટે હાથ જોડી અપીલ કરવામાં આવી હતી. મોટાભાગના વાલીઓ આ અભિયાનમાં જોડાતા સ્કૂલ તંત્ર એલર્ટ થઈ ગયું છે. સ્કૂલ બહાર મોટી સંખ્યામાં વાલીઓનો જમાવડો થઈ જતા ટ્રાફિકજામ સર્જાયો હતો.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article