સુરત: ‘હમારી માંગે પૂરી કરો!’, રાજ્યભરના મેહસૂલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર

New Update
સુરત: ‘હમારી માંગે પૂરી કરો!’, રાજ્યભરના મેહસૂલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર

રાજ્યભરમાં આજે મહેસુલી કર્મચારીઓ વિવિધ

પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. જેથી સુરત ખાતે

પણ મહેસુલ  કર્મચારીઓએ પડતર માંગણીઓ

સરકાર દ્વારા સ્વીકારવામાં આવે તે માટે અચોક્કસ મુદતની

હડતાળ ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. 

પ્રમોશન સહિતની પડતર માંગોને લઈને આજ રોજ સુરત કલેક્ટર કચેરી ખાતે મહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે.  હડતાળને પગલે તમામ

મહેસુલ કર્મચારીઓ સુરત કલેકટર કચેરી ખાતે ભેગા થયા હતા. ત્યાર બાદ ચોપાટીથી લઈ

કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી ધરણાં પર બેઠા હતા. કર્મચારીઓ દ્વારા સરકાર સમક્ષ અલગ અલગ માંગણીઓ બાબતે અનેક

વખત રજૂઆત કરવામાં આવી છે.

ખાસ કરીને નાયબ મામલતદારને મામલતદાર તરીકે પ્રમોશન, રેવન્યુ તલાટીને સંવર્ગમાંથી નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવા સહિતની માંગણીઓ કરવામાં

આવી છે. પરંતુ સરકાર દ્વારા આ પડતર માંગણીઓ સ્વીરવામાં આવી નહીં આવતા આજ રોજ શહેરના તમામ મહેસુલી કર્મચારીઓ કલેકટર કચેરી ખાતે રેલી કાઢી

અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી આવ્યા છે. 

Latest Stories