સુરતઃ લૂંટના ઈરાદે બે શખ્સોનું દુકાનદાર ઉપર ફાયરિંગ, પોલીસ ઘટના સ્થળે

New Update
સુરતઃ લૂંટના ઈરાદે બે શખ્સોનું દુકાનદાર ઉપર ફાયરિંગ, પોલીસ ઘટના સ્થળે

ઉધના વિસ્તારમાં આવેલા સિલિકોન કોમ્પેક્ષમાં બે શખ્સોએ દુકાનદારને નિશાન બનાવ્યો

સુરતનાં ઉધના વિસ્તારમાં વેપારી ઉપર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાને પગલે ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે ફારિંગ કરીને ભાગી છૂટેલા બે અજાણ્યા શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

સુરતનાં ઉધના વિસ્તારમાં આવેલા સિસિલોકન કોમ્પલેક્ષમાં એક દુકાન ધરાવતા વેપારી ઉપર બે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. લૂંટના ઈરાદે આવેલા બે શખ્સોએ ફાયરિંગ કરતાં સ્થાનિક લોકોમાં દોડધામ મચી હતી. જોકે લૂંટનો મનસુબો પાર ન પડતાં ફાયરિંગ કરનારા બન્ને શખ્સો સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગેની જાણ ઉધના પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે નજીકમાં સીસીટીવી કેમેરા લાગ્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી ભાગી છૂટેલા બન્ને શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories