સુરતઃ વેપારીઓ દ્વારા GSTનો અનોખો વિરોધ, કડપાને બદલે વેચ્યા ભજીયા

New Update
સુરતઃ વેપારીઓ દ્વારા GSTનો અનોખો વિરોધ, કડપાને બદલે વેચ્યા ભજીયા

રીંગરોડ ખાતે આવેલા જે.જે. ટેક્સટાઈલ માર્કેટની બહાર વેપારીઓએ બનાવ્યા પકોડા

સુરતમાં હિરા ઉદ્યોગ સાથે કાપડ ઉદ્યોગ અને તેનો વેપાર પણ એટલાં જ વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલો છે. ત્યારે જીએસટીમાં વર્તાઈ રહેલી અસમંજસતાને પગલે કાપડનાં વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોમાં સરકાર દ્વારા કોઈપ્રતિક્રિયા અપવામાં નહીં આવતા આજરોજ રીંગરોડ ખાતે આવેલા જે.જે. ટેક્સટાઈલ માર્કેટ બહાર વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વેપારીઓ દ્વારા કપડા અને સાડીઓનાં બદલે ભજીયા વેચીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે આ બાબતે વેપારીઓને પોલીસ દ્વારા કોઈ પરમીશન આપવામાં આવી નથી. જેથી હાલ તો પોલીસ કાફલો જે.જે. ટેક્સટાઈલ માર્કેટ ખાતે ખડકી દેવાયો છે.

જીએસટી લાગુ થયા બાદ સુરત ટેક્સટાઈલ માર્કેટ થોડા દિવસો સુધી બંધ રહી હતી. કરોડો રૂપિયાનો વેપાર ખોરંભે ચડી વિરોધ નોંધાવનારા અને આંદોલન કરનારા વેપારીઓ આજના કાર્યક્રમમાં દેખાયા નહોતાં. ગણતરીના વેપારીઓ દ્વારા ભજીયા અને પકોડા તળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસ પરમીશન ન હોવાથી અટકાયતના એંધાણથી કદાચ વેપારીઓ જોડાયા નહોતાં.રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટ બહાર વેપારીઓએ ભજીયા અને પકોડા બનાવીને વેચાણ કરી અનોખી રીતે વર્ષ પૂર્ણ થતાં જીએસટીની ઉજવણી કરી હતી. મહત્વપૂર્ણ છે કે, વેપારીઓ વર્ષભર જીએસટીને લઈને પરેશાન હોય વિરોધ નોંધાવ્યો હતો.

Latest Stories