‘સુરતના ATMમાં ઉંદરોએ કરી સર્જિકલ સ્ટ્રાઇક’ વાયરલ ફોટોની હકીકત સામે આવી

New Update
‘સુરતના ATMમાં ઉંદરોએ કરી સર્જિકલ સ્ટ્રાઇક’ વાયરલ ફોટોની હકીકત સામે આવી

આ તસવીરો આસામનાં તિકસુકિયા વિસ્તારમાં આવેલા એસબીઆઈના એટીએમની છે.

સોશિયલ મીડીયામાં વાયરલ થતા કેટલાક મેસેજ ઘણી વખત આફત ખડી કરી દેતા હોય છે. આવા જ એક કિસ્સો વાયરલ થતાં સુરત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનુ તંત્ર દોડતું થયું હતું. સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા એસબીઆઇના એટીએમમાં ઉંદરોએ સર્જીકલ સ્ટ્રાઇક કરી હોવાના અને લાખોની નોટ કાતરી નાંખી હોવાનો મેસેજ વાયરલ થયો હતો. જેને લઇને દિવસભર બેંક પર ફોનનો મારો તથા ગ્રાહકોની ઇન્કવાયરી ચાલી હતી. જેને લઇને બેંક તંત્ર તોબા પોકારી ગયુ હતુ. જોતે આ તસવીરોની સત્યતા તપાસતાં હકીકત સામે આવી હતી.

publive-image

સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજીસ અંગે એસબીઆઇ, ચોકબજારના એજીએમ જીતેશ ભટ્ટે જણાવ્યુ હતુ કે, આ ફેક મેસેજ કોઇક દ્વારા વાયરલ કરાયો છે. જે ચોકબજારનો નથી. ઉપરાંત બેંક એટીએમના કેશ બોક્ષમાં ઉંદરનો પ્રવેશ શક્ય નથી. જેથી આ ખોટા મેસેજે ગેરસમજ ઉભી કરી છે.

હકીકતમાં, આ તસવીર આસામના તિકસુકિયાના એસબીઆઈ એટીએમ મશીનની છે. આ એટીએમ મશીન 20 મેથી બંધ થવાની ફરિયાદ થઈ હતી. બાદમાં 11 જૂને કર્મચારીઓ મશીન રિપેર કરવા પહોંચ્યા હતા. જ્યારે મશીન ખોલવામાં આવ્યું તો તેઓ હેરાન રહી ગયા હતા. બેંક અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી હતી કે, ૧૨ લાખ ૩૮ હજારની નોટ ઊંદરો કતરી ગયા હતા. માત્ર ૧૭ લાખની કિંમતની નોટ જ તેમાંથી બચી શકી હતી. જીબીએસે 19 મેના રોજ મશીનમાં 20 લાખ રૂપિયા જમા કરાવ્યાં હતાં. જે પછી બીજા દિવસે જ એટીએમ બંધ થઇ ગયું હતું.

Latest Stories