સુરતની હોસ્પિટલનાં તબિબો માત્ર ૬૦ રૂપિયામાં બાળકનો જીવ બચાવી મહેકાવી માનવતા

સુરતની હોસ્પિટલનાં તબિબો માત્ર ૬૦ રૂપિયામાં બાળકનો જીવ બચાવી મહેકાવી માનવતા
New Update

મહારાષ્ટ્રમાં રમત-રમતમાં એક ચાર વર્ષીય બાળક પાંચ ઇંચ લાંબી ખીલી ગળી ગય હતો. જેનું સુરત સિવિલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરાયું હતું. ખીલી બાળકની અન્નનળીમાં ફસાઇ જતાં તેને નિમોનિયા જેવી ગંભીર બીમારીનો ભય રહેવા સાથે જીવ સામે પણ જોખમ ઊભું થયું હતું. જોકે, સિવિલના ઇએનટી વિભાગના તબીબોએ સમયસર ઓપરેશન કરી બાળકનો જીવ બચાવી લીધો હતો.

આ બાળકની અન્નનળીમાં ફસાયેલ પાંચ ઇંચ લાંબી ખીલીને નીકાળવા માટે મહારાષ્ટ્રના ડોકટરોએ ખીલીને કાઢવા માટે રૂપિયા ૧ લાખ જેવો માતબર ખર્ચ જણાવ્યો હતો. પરંતું બાળકનાં પિતા મહારાષ્ટ્રના જળગાવ જિલ્લાના પારોળા તાલુકાના દેવગાવ ખાતે રહેતા પ્રવિણભાઇ પાટીલ ખેતી કરી ગુજરાન ચલાવે છે. જેમના માટે ૧ લાખ રૂપિયા જેટલી મોટી રકમ ખર્ચ કરવી ખુબ જ મુશ્કેલ હતી.

તેમણે સુરતની સિવિલ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. જ્યાં ઈએનટી ‌વિભાગના વડા ડો.જયમીન કોન્ટ્રાક્ટર, ડો.ભાવિક પટેલ અને ડો.રાહુલ પટેલની ટીમે આ પ્રસંશનીય કામગીરી કરી બાળકની અન્નનળીમાં ફસાયેલ ખીલીને માત્ર ૩ મિનિટમાં જ નીકાળી દીધી હતી.

સુરતની સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના તબીબોએ દુરબિનની મદદથી માત્ર 3 મિનીટમાં જ ખીલી ગળામાંથી બહાર કાઢી દીધી. માત્ર દસ રૂપિયાનો કેસ પેપર અને બે એક્ષ-રે ના રૂ.૫૦ મળી માત્ર ૬૦ રૂપિયાના ખર્ચમાં બાળકના ગળામાંથી ખીલી બહાર નીકળી ગઈ હતી.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article