/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/haasot-ishvarish-patel-sanman-samroh-03.jpg)
હાંસોટ તાલુકાનાં કતપોર ગામ ખાતે ધારાસભ્ય અને રાજ્યના નવ નિયુક્ત મંત્રી ઈશ્વરસિંહ પટેલનો સન્માન સમારોહ ગ્રામજનો દ્વારા યોજવામાં આવ્યો હતો.
હાંસોટ તાલુકાનાં કતપોર ગામ ખાતે નવ નિયુક્ત રાજ્ય સરકારનાં રાજ્યના સહકાર, રમત-ગમત, અને વાહન વ્યવહારનાં રાજ્ય કક્ષાનાં મંત્રી ઈશ્વરસિંહ પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામજનો નો આ પ્રસંગે આભાર વ્યક્ત કરતા મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા ગામ તેમજ હાંસોટ તાલુકા વિકાસના કામો વધુ વેગવંતા કરવાની સાથે સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્ન રહેશે તમ જણાવ્યુ હતુ.
આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતીક્ષાબેન પટેલ, તાલુકા પંચાયત હાંસોટ ન્યાય સમિતિ અધ્યક્ષ જયરામભાઈ રાઠોડ પંડવાઈ સુગરનાં ડિરેક્ટર અનિલભાઈ પટેલ સહિત ગામનાં આગેવાનો તેમજ તાલુકા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.