/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/Pandvai-Suger.jpg)
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, ભારત સરકાર સંલગ્ન રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ, ન્યુ દિલ્હી દ્વારા તા. ૨૧/૦૧/૨૦૧૯ના રોજ ગાંધીનગર ખાતે સહકારી ક્ષેત્રે જે સંસ્થાએ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હોય એમને એન.સી.ડી.સી. રીઝનલ એવોર્ડ ફોર કો-ઓપરેટીવ એક્ષેલન્સ એન્ડ મેરીટ-૨૦૧૮નો એવોર્ડ એનાયત કરવાનો સમારંભ ગુજરાત સરકારના રાજયકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો. જેમાં ગુજરાત રાજયની ચાર સહકારી મંડળીઓને એક્ષેલન્સ અને ચાર સહકારી મંડળીઓને મેરીટ એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો.
જેમાં ભરૂચ જીલ્લાની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી., (પંડવાઇ સુગર)ને એન.સી.ડી.સી. રીઝનલ એવોર્ડ ફોર કો-ઓપરેટીવ એક્ષેલન્સ-૨૦૧૮નો એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. આ પ્રસંગે પંડવાઇ સુગરના ચેરમેન અને રાજયકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, વાઇસ ચેરમેન હિતેન્દ્રભાઇ પટેલ, ડીરેકટર અરવિંદભાઇ પટેલ, અલ્પેશભાઇ પટેલ, નટવરભાઇ પટેલ, મેનેજીંગ ડીરેકટર અમૃતલાલ પટેલ અને ચીફ એકાઉન્ટન્ટ વિરેન્દ્રભાઇ ઠાકોરએ ઉપસ્થિત રહી આ એવોર્ડ સ્વીકારેલ હતો. પંડવાઇ સુગરે અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને રાજયકક્ષાએ કુલ ૧૦ એવોર્ડ મેળવેલ છે.