હાંસોટનાં પંડવાઈ સ્થિત પાંડુકેશ્વર વિદ્યા મંદિર શાળા ખાતે રંગારંગ કાર્યક્રમ યોજાયો

New Update
હાંસોટનાં પંડવાઈ સ્થિત પાંડુકેશ્વર વિદ્યા મંદિર શાળા ખાતે રંગારંગ કાર્યક્રમ યોજાયો

હાંસોટનાં પંડવાઈ ખાતે આવેલ પાંડુકેશ્વર વિદ્યામંદિર ખાતે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની સાથે રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલનું સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.

હાંસોટ તાલુકાનાં પંડવાઈ સ્થિત પાંડુકેશ્વર વિદ્યા મંદિર શાળા ખાતે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજ્યનાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં વરદ્દ હસ્તે કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.

આ કાર્યક્રમની સાથે રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલનું સ્કૂલનાં શિક્ષકો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે શાળાનાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.

સદર કાર્યક્રમમાં પંડવાઈ સુગર ફેકટરીનાં ડિરેક્ટર અનિલ પટેલ, વાઇસ ચેરમેન હિતેન્દ્ર પટેલ સહિતનાં આગેવાનો તેમજ વાલીઓ તથા શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories