/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/haasot-lok-dayaro-17.jpg)
હાસોટના વમલેશ્વર ગામે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા લોક ડાયરો યોજાયો હતો. કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, રાજ્ય સહકાર મંત્રી તેમજ સાંસદ રંજનબેન ભટ્ટની હાજરી લોકો દાન ધોધ વહાવ્યો હતો. કેન્દ્રીય કૃષિ પ્રધાન તેજાબી પ્રવચન માટે જાણીતા પુરષોત્તમ રૂપાલા હળવાફૂલ અંદાજ જોવા મળ્યા હતા. અભેસિંહ રાઠોડ અને ફરીદા મીરએ લોકો મોડી રાત્રી સુધી ડોલાવ્યા હતા.
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને વમલેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધાના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજવામાં આવ્યો હતો. લોકડાયરામાં જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડ અને ફરીદામીર તથા તેમના વૃંદે પ્રાચીન અર્વાચીન ભજનો તેમજ લોકગીતોની રમઝટ બોલાવી મોડી રાત્રી સુધી લોકો જકડી રાખ્યા હતા.
આ પ્રસંગે પોતાના પ્રાસંગિત ઉદ્દબોધનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પુરસોત્તમ રૂપાલા દ્વારા ઉપસ્થિત જનમેદનીને મુક્ત હાથે માં નર્મદા પરિક્રમવાસીઓની સેવા વધારો કરવા માટે કામો માટે દાન અપીલ કરી હતી જેને લોકો સહર્ષ વધાવતા દાનનો ધોધ વહાવ્યો હતો. તો લોકડાયરા પરાંપરાગત ગુજરાતી સંગીત રસથાળને લઇ કેન્દ્રીય મંત્રી પણ પોતાની જાતને રોકી શક્યા ના હતા અને પોતાના તેજાબી ભાષણને બદલે એકદમ હળવા ફૂલ થઇને લોકડાયરા ઢોલના નાદ સાથે ઝૂમ્યા હતા તો લોકડાયરા રમઝટમાં તલ્લીન બન્યા હતા. એટલુંજ નહિ સહકાર મંત્રી પણ આ પ્રસંગે ઝૂમી ઉઠ્યા હતા.