અંકલેશ્વર:ગાર્ડનસીટીના બિલ્ડર દ્વારા બિનઅધિકૃત બાંધકામ કરતા બૌડા દ્વારા ૪ મકાનો કરાયા સીલ

New Update
અંકલેશ્વર:ગાર્ડનસીટીના બિલ્ડર દ્વારા બિનઅધિકૃત બાંધકામ કરતા બૌડા દ્વારા ૪ મકાનો કરાયા સીલ

અંકલેશ્વર ગાર્ડનસીટીના બિલ્ડર દ્વારા બિનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવતા જે અંગે ની ફરિયાદ બૌડામાં કરવામાં આવતા જરૂરી પુરાવા માગતા બિલ્ડર દ્વારા રજૂ ન કરવામાં આવતા બૌડા ની ટીમ દ્વારા વિવાદગ્રસ્ત ૪ મકાનો સીલ કરવામાં આવ્યા હતા .

અંકલેશ્વરના કોસમડી ગામની સીમમાં આવેલ ગાર્ડન સિટીના બિલ્ડર રમેશભાઈ સવાણી દ્વારા સર્વે નંબર-૭૪૧ વાળી જમીન અંગે બિન ખેતીની કાર્યવાહી ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ ચાલી રહી છે. છતાં પણ બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે આ જમીન પર મકાનો નું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાની સનતકુમાર આર.પાંડેએ ભરૂચ-અંક્લેશ્વર શહેરી વિકાસ મંડળમાં ફરિયાદ કરી હતી. બિલ્ડર દ્વારા બૌડામાં સમય મર્યાદામાં જરૂરી પુરાવા રજુ નહી કરવામાં આવતા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ મંડળના અધિકારીઓએ આજરોજ ૪ જેટલા ગેરકાયદેસર મકાનો ને સીલ કરી કચેરીની મંજુરી નહી આપવામાં આવે ત્યાં સુધી બાંધકામો નહી કરવા આદેશ આપવામાં આવ્યા છે અને જો બિલ્ડર બાંધકામ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તેવો સ્પષ્ટ હુકમ કર્યો હતો.

Latest Stories