અંકલેશ્વરના ભરકોદરાગામે પર્યાવરણ દિવસે જ કઢાયું વૃક્ષોનું નિકંદન

New Update
અંકલેશ્વરના ભરકોદરાગામે પર્યાવરણ દિવસે જ કઢાયું વૃક્ષોનું નિકંદન

ખેતરમાં નડતર રૂપ હોવાની જણાવી પૂર્વ સરપંચના ભાઈએ જ વૃક્ષો કપાવ્યા

અંકલેશ્વરના ભરકોદરાગામે પૂર્વ સરપંચના ભાઈ દ્વારા ખેતરમાં નડતર રૂપ વૃક્ષો કપાવ્યા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આ અંગે કોઇ વૃક્ષ કાપવાની પૂર્વમંજૂરી ન લીધી હોવા ઉપરાંત આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાનું પણ એ ખેડૂતને ખબર નથી.

એક તરફ સમગ્ર દેશ અને વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અંકલેશ્વર તાલુકાના ભરકોદરા ગામ ખાતે વૃક્ષ કાપી નાખવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ભડકોદરાના આદિત્યનગર તરફ જવાના માર્ગ પર ગામના પૂર્વ સરપંચના ભાઈ હર્ષદ અંબાલાલ પટેલનું ખેતર આવેલ છે. જ્યાં તેઓએ તેમના ખેતરમાં વૃક્ષો નડતર રૂપ હોવાના કારણે સુબાવળ, ગાંડા બાવળ તેમજ લીમડાંના વૃક્ષો કાપી નાંખ્યા છે.આ ઘટના અંગે જાગૃત નાગરિકો દ્વારા મામતદાર અંકલેશ્વર અને તલાટી કમ મંત્રીને ફરિયાદ કરવામાં આવતા તંત્ર પણ દોડતું થયું હતું.

આ હર્ષદ પટેલ દ્વારા વૃક્ષોના લાકડા કાપી તેમના ઘર આગળ જ ઢગલો કર્યો હતો. આ અંગે ખેતર માલિક હર્ષદભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા મીડીયા સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ વૃક્ષ તેમના ખેતરમાં નડતર રૂપ હોવાથી તેમણે જ કપાવ્યા છે. સાથે તેમણે આ બાબતે કોઈ મંજૂરી લીધી નથી એટલુંજ નહિ તેમને આજે પર્યાવરણ દિવસ છે તે પણ ખબર નથી તેવો ખુલાસો પણ કર્યો હતો.

Latest Stories